(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૧૬-૫-૨૦૨૩, પંચક
ભારતીય દિનાંક ૨૬, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૬મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરાભાદ્રપદા સવારે ક. ૦૮-૧૪ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૦૯-૪૭, રાત્રે ક. ૨૧-૪૮
ઓટ: બપોરે ક. ૧૫-૨૬, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૦૮ (તા. ૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – દ્વાદશી. તિથિવાસર સવારે ક. ૦૬-૪૦ સુધી, પંચક.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: મંગળ-શનિ ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, અહિરબુધ્ન્ય દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, શાંતિ પૌષ્ટિક સર્વ શાંતિ પૂજા, પ્રયાણ મધ્યમ, લાલ વસ્ર, આભૂષણ, ધાન્ય ભરવું, બી વાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. લીમડાનું વૃક્ષ વાવવું
આચમન: ચંદ્ર-સૂર્ય અર્ધચતુષ્કોણ રાજકીય પ્રવૃત્તિઓમાં સ્વતંત્રપણે નિર્ણયોનો અભાવ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય અર્ધચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, માર્ગી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા