(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), રવિવાર, તા. ૨૯-૧-૨૦૨૩
ભારતીય દિનાંક ૯, માહે માઘ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૮
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી ૧૭મો સરોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
મીસરી રોજ ૮મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
નક્ષત્ર ભરણી રાત્રે ક. ૨૦-૨૦ સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૫ સુધી (તા. ૩૦મી), સુધી પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સાંજે ક. ૧૮-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૭ (તા. ૩૦)
ઓટ: બપોરે ક. ૧૨-૦૨, મધ્યરાત્રે ક. ૦૦-૨૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, ખોડિયારમા જયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: યમદેવતાનું પૂજન, આમલીના ઔષધીય પ્રયોગો, સપ્તસતી પાઠ વાંચન, હવન, શિવ-પાર્વતી પૂજા, મધ્યાહ્નનો પ્રવાસ તલ ખાઈ પ્રારંભો, માલ વેચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, હાથીની લેવડદેવડ.
આચમન: ચંદ્ર-બુધ ત્રિકોણ અભ્યાસુ સ્વભાવ, ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મનના, ચંદ્ર-શનિ ચતુષ્કોણ નાણાંનાં જોખમોથી સાવધાની રાખવી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ યુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૩૦)
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-કુંભ, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.