(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), શનિવાર, તા. ૨૮-૧-૨૦૨૩,
રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી
* ભારતીય દિનાંક ૮, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૭
* પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૫મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૧૯-૦૫ સુધી, પછી ભરણી.
* ચંદ્ર મેષમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૩ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સાંજે ક. ૧૭-૨૦, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૨
ઓટ: સવારે ક. ૧૧-૦૬, રાત્રે ક. ૨૩-૧૦
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – સપ્તમી. રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી, વિધાન સપ્તમી, ચંદ્રભાગા સપ્તમી (ઓરિસ્સા), ભીષ્માષ્ટમી, લાલા લજપતરાય જયંતી, ભદ્રા સવારે ક. ૦૮-૪૩ થી રાત્રે ક. ૨૦-૪૭.
* શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૦૮-૪૩ સુધી શુભ
* મુહૂર્ત વિશેષ: વાસ્તુ કળશ, અશ્ર્વિની કુમાર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, રથસપ્તમી ઉત્સવ,સૂર્ય મંદિરોમાં,શિવશક્તિ મંદિરોમાં ઉત્સવ, શનિ દેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન, વિદ્યારંભ, પર્વ ઉજવણી નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ, વાસણ. નિત્ય થતાં પશુ લે-વેંચ, દુકાન-વેપાર, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક, માલ લેવો, બી વાવવું, ખેતીવાડીના કામકાજ.
શુક્રના અભ્યાસ મુજબ ઘી-ગોળ ખાંડ સાકર વગેરે રસકસમાં તેજી થાય. ચોખાના ભાવ વધે.
* આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ લોકોમાં પ્રિય, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સામાન્ય વ્યવહારમાં મુશ્કેલી પડે, ચંદ્ર-રાહુ યુતિ શંકાશીલ સૂર્ય-રાહુ ચતુષ્કોણ મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ કરવામાં પુરુષાર્થ ઘણો કરવો પડે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ ચંદ્ર-રાહુ યુતિ, સૂર્ય-રાહુ ચતુષ્કોણ શુક્ર શતભિષા પ્રવેશ. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી ઉત્તરે થશે.
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-કુંભ, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા