પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ),
સોમવાર, તા. ૧૬-૧-૨૦૨૩ , કરિદિન, મત્તુ પોંગલ
ભારતીય દિનાંક ૨૬, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૯
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૯
પારસી શહેનશાહી ૪થો શહેરેવર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૪મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર,સને ૧૪૪૪
નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૧૯-૨૨ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં, ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૪ સ્ટા. ટા.,
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: સાંજે ક. ૧૭-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૨૫ (તા. ૧૭)
ઓટ: બપોરે ક. ૧૨-૨૪, મધ્ય રાત્રે ક. ૦૦-૪૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – નવમી. કરિદિન, મત્તુ પોંગલ (દક્ષિણ ભારત), ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૫૦(તા.૧૭મી).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: માંગલિક કાર્ય વર્જ્ય છે. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, વાયુદેવતાનું પૂજન, રાહુદેવતાનું પૂજન, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિ, પુરુસુકત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, સપ્તસતી પાઠ વાંચન, હવન, હજામત, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ – પશુ લે-વેંચના કામકાજ તથા ખેતીવાડીના કામકાજ, વૃક્ષારોપણ,
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ નિષ્ફળતાનો ભય, ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ વિચારો ફર્યા કરે, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અણધાર્યા નિર્ણયો લે. ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ વ્યવહારીક કાર્યોમાં અન્ય પર આધાર રાખવો પડે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ અર્ધત્રિકોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ (તા. ૧૭). ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.