પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), ગુરુવાર, તા. ૫-૧-૨૦૨૩, ભદ્રા પ્રારંભ
* ભારતીય દિનાંક ૧૫, માહે પૌષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૧૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૧૪
* પારસી શહેનશાહી ૨૩મો દએપદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૩મો દએપદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૩મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૨૧-૨૫ સુધી, પછી આર્દ્રા.
* ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૮-૦૫ સુધી, પછી મિથુનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩ સ્ટા. ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૭ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સવારે ક. ૧૦-૪૧, રાત્રે ક. ૨૩-૫૫
* ઓટ: સાંજે ક. ૧૭-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૫ (તા. ૬)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – ચતુર્દશી. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૧૪ (તા. ૬ઠ્ઠી).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્, શ્રી સુક્ત, પુરુસુક્ત અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજન, પૂજા નિમિત્તે નવા વાસણ, વસ્રો, આભૂષણ વાપરવા. શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું, ખેતીવાડી, ઘર, ખેતર, જમીન, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, પશુ લેવડદેવડ, દસ્તાવેજ, દુકાન-વેપારના કામકાજ. શુક્રના અભ્યાસ મુજબ સોનું-ચાંદી, ગોળ, ખાંડ, સાકર, અડદ, મગ, મઠ વગેરેમાં મંદી આવશે. કપાસ, તલ, તેલ, સરસવ વગેરેમાં તેજી આવે. રૂમાં સાધારણ મંદી થઈ તેજી થાય.
* આચમન: સૂર્ય-હર્ષલ ત્રિકોણ જાહેર પ્રવૃત્તિમાં યશ મેળવે. ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ ઉપકારનો બદલો વાળવામાં ચૂકી જાય.
* ખગોળ જ્યોતિષ: સૂર્ય-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ. શુક્ર શ્રવણ નક્ષત્રમાં આવે છે.
* ગ્રહગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ-વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.