(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), રવિવાર, તા. ૧-૧-૨૦૨૩ ખ્રિસ્તી નૂતન વર્ષ, ઈ. સન ૨૦૨૩ આરંભ
ભારતીય દિનાંક ૧૧, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૦મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર અશ્ર્વિની બપોરે ક. ૧૨-૪૭ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: રાત્રે ક. ૨૦-૫૨
ઓટ: બપોરે ક. ૧૪-૧૩, મધ્યરાત્રિ પછી ક.૦૩-૧૩. (તા. ૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – દસમી. ખ્રિસ્તી નૂતન વર્ષારંભ ,ઈ. સન ૨૦૨૩ પ્રારંભ, શાંબદસમી – સૂર્યપૂજા (ઓરિસ્સા).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: રવિયોગ હોઇ સાંસારિક,આધ્યાત્મિક, માંગલિક કાર્યો માટે શ્રેષ્ઠ યોગ, ઉપનયન, વાસ્તુકળશ, સૂર્ય પૂજાનો મહિમા, અશ્ર્વિનીકુમાર દેવતાનું પૂજન, ગાયત્રી જાપ, હવન,સૂર્ય-કેતુ ગ્રહ દેવતાનું પૂજન, પરદેશનું પસ્તાનું, પ્રયાણ શુભ, નવાં વસ્ત્રો, આભૂષણ, વિદ્યારંભ, હજામત, નવાં વાસણો, વાહન, વસ્ત્રો, પશુ લે-વેચ, નૌકા બાંધવી, યંત્ર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પાષ્ટિક, નામકરણ, દેવ દર્શન, અન્નપ્રાશન દુકાન, વેપારનાં નિત્ય થતાં કામકાજ
તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: બુધ ઉદય: ક. ૦૮-૧૨, અસ્ત: ક.૧૯-૦૯, શુક્ર ઉદય: ક. ૦૮-૨૬, અસ્ત: ક. ૧૯-૨૧, મંગળ ઉદય: ક૧૫-૪૮, અસ્ત: ક. ૦૪-૫૯, ગુરુ ઉદય: ક. ૧૨-૦૫ અસ્ત: મધ્યરાત્રે ક.૦૦-૦૧, શનિ ઉદય: ક.૧૦-૦૧, અસ્ત: ક. ૨૧-૧૫ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે ધનુ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મિથુન રાશિ લગ્ન ઉદિત થાય છે.)
આચમન: ચંદ્ર રાહુ યુતિ વૈચારિક ભિન્નતા,ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સામાજિક રીતે પ્રતિષ્ઠિત,ચંદ્ર-હર્ષલ યુતિ અસ્થિર મનનાં.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર રાહુ યુતિ,ચંદ્ર-સૂર્ય ત્રિકોણ,ચંદ્ર-હર્ષલ યુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-ધનુ, વક્રી મંગળ- વૃષભ, વક્રી બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-મકર, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.