પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), ગુરુવાર,
તા. ૨૯-૧૨-૨૦૨૨, ગુરુ ગોવિંદસિંહ જયંતી, પંચક,
* ભારતીય દિનાંક ૮, માહે પૌષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ સુદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ સુદ-૭
* પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૫મો, ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૫મો, ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાભાદ્રપદા સવારે ક. ૧૧-૪૩ સુધી, પછી ઉત્તરાભાદ્રપદા.
* ચંદ્ર મીનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૧ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૨ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સાંજે ક. ૧૬-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૨ (તા. ૩૦)
* ઓટ: સવારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૨-૨૬
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ શુક્લ – સપ્તમી. ગુરુ ગોવિંદસિંહ જયંતી, પંચક, સૂર્ય પૂર્વાષાઢામાં ક. ૧૨-૦૯. શુક્ર મકરમાં ક. ૧૬-૦૪, ભદ્રા ક. ૧૯-૧૮થી ૩૦-૫૧, બુધ વક્રી.
* શુભાશુભ દિનશુદ્ધિ: સવારે ક. ૧૧-૪૩ પછી શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ખાત મુહૂર્ત, વાસ્તુકળશ, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, આંબાનું વૃક્ષ વાવવું, અજૈક્યપાદ દેવતાનું પૂજન, વિદ્યારંભ, ખેતીવાડી, પશુ લે-વેંચ, શનિગ્રહદેવતાનું પૂજન, લીમડો વાવવો, સર્વશાંતિ શાંતિ પૌષ્ટિક પૂજા, ધ્રુવ દેવતાનું પૂજન, સ્થિરકાર્યો મિત્રતા કરવી. રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ-પતાકા ચઢાવવી, નવી નોકરી, દુકાન, વેપાર, દસ્તાવેજ, નવાં વસ્રો, આભૂષણ. નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, સીમંત સંસ્કાર, મિલકત લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નવી તિજોરીની સ્થાપના. ખેતીવાડી. ઘર-ખેતર જમીન, મકાન, મિલકત લેવડદેવડ.
* સૂર્યના અભ્યાસ મુજબ તલ, તેલ, સરસવ, ગોળ, ખાંડ, હળદર, ગૂગળ, ચાંદી, કપૂર, ઊનનાં વસ્રો, શણ, વગેરેમાં તેજી આવે. વાતાવરણમાં ઠંડી વધશે. શુક્રના અભ્યાસ મુજબ ગોળ, ખાંડ, ઘી તથા સર્વ અનાજમાં તેજી આવે. રૂ, ચાંદીમાં ઘટ-વધ થઈ તેજી રહેશે. કૃષિપેદાશોમાં ઘટાડો જોવા મળે.
* આચમન: ચંદ્ર-ગુરુ યુતિ પ્રમાણિક, બુધ-ગુરુ યુતિ દાર્શનિક વૃત્તિવાળા, શુક્ર-બુધ યુતિ ખુશમિજાજી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ યુતિ, બુધ-ગુરુ યુતિ, શુક્ર-બુધ યુતિ, સૂર્ય પૂર્વાષાઢા પ્રવેશ, વક્રી બુધ ઉત્તરાષાઢા પ્રવેશ. બુધ સ્તંભી થઈ વક્રી થશે.
* ગ્રહ ગોચર: સૂર્ય-ધન, વક્રી મંગળ- વૃષભ, વક્રી બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-ધનુ/ મકર શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.