આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
ગુરુવાર, તા. ૨૨-૧૨-૨૦૨૨, ભદ્રા સમાપ્તિ
(દક્ષિણાયન/ ઉત્તરાયણ/ સૌરહેમંતૠતુ/ શિશિરૠતુ*
* ભારતીય દિનાંક ૧, માહે પૌષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ વદ-૧૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૪
* પારસી શહેનશાહી ૯મો આદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૭મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૮મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* નક્ષત્ર જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૨ સુધી, પછી મૂળ.
* ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૨ સુધી, પછી ધનુમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય*, ધનુ (ભ, ધ, ફ, ઢ*
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સવારે ક. ૧૦-૩૩, રાત્રે ક. ૨૩-૫૯
* ઓટ: સાંજે ક. ૧૬-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૦ (તા. ૨૩*
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – ચતુર્દશી. ભારતીય પૌષ માસારંભ, અયન પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત. ભદ્રા સમાપ્તિ ક. ૦૮-૫૦, વિંછુડો સમાપ્તિ ક. ૨૮-૦૩. ઉત્તરાયણ સૌર શિશિરૠતુ પ્રારંભ.
*શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા-વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ઈન્દ્રદેવતાનું પૂજન, શ્રી સુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક પૂજા, બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, દત્ત બાવની વાંચન, પ્રયાણ મધ્યમ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ઔષધ ઉપચાર, ખેતીવાડીના કામકાજ, પશુ લે-વેંચ, હજામત.
બુધના અભ્યાસ મુજબ ખેતીવાડીનું ઉત્પાદન સારું રહે. ધાન્યના ભાવમાં મંદી રહે. નાના બાળકોમાં રોગો અને મૃત્યુનું પ્રમાણ વધે.
* આચમન: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ ધનસંચય, અર્થવ્યવસ્થા પરત્વે સાવધાની જરૂરી, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ નામોશીનો ભય, શુક્ર-હર્ષલ ત્રિકોણ ઘણાં મિત્રો હોય, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અસંયમિત જીવન.
* ખગોળ જ્યોતિષ: સૂર્ય-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, શુક્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ (તા. ૨૩*. બુધ ઉત્તરાષાઢા પ્રવેશ. ઉત્તરાયણ સૌરશિશિરૠતુ પ્રારંભ. ચંદ્ર જયેષ્ઠા યુતિ
* ગ્રહ ગોચર: સૂર્ય-ધન, વક્રી મંગળ- વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર. ઉ