પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), સોમવાર, તા. ૧૨-૧૨-૨૦૨૨
* ભારતીય દિનાંક ૨૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માર્ગશીર્ષ વદ-૪
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૪
* પારસી શહેનશાહી ૨૯મો મારેસ્પંદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૯મો આદર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૭મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૮મો, ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૪
* નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૩-૩૫ સુધી, પછી આશ્ર્લેષા.
* ચંદ્ર કર્કમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૩ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪
સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
*ભરતી: બપોરે ક. ૧૪-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૦ (તા. ૧૩)
* ઓટ: સવારે ક. ૦૮-૨૬, રાત્રે ક. ૧૯-૪૫
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – ચતુર્થી.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, બુધના અભ્યાસ મુજબ ધાન્યમાં મંદી, સોના-ચાંદીમાં મોટી મંદી આવે. કેટલેક ઠેકાણે કમોસમી વરસાદ પડે. રોગોનો ભય પેદા થાય. ચંદ્ર-શનિ ગુરુ ગ્રહદેવતાનું પૂજન, સુવર્ણ ખરીદી, પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, નિત્ય થતાં દુકાન-વેપાર, દસ્તાવેજના કાર્ય.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ શંકાશીલ સ્વભાવ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૧૩), બુધ પૂર્વાષાઢા પ્રવેશ. ચંદ્ર પૃથ્વીથી અત્યંત દૂર જાય છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, બુધ-ધનુ, ગુરુ-મીન, શુક્ર-ધન, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-કુંભ, પ્લુટો-મકર.