પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ),
શનિવાર, તા. ૧૯-૧૧-૨૦૨૨, ભદ્રા સમાપ્તિ
* ભારતીય દિનાંક ૨૮, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક વદ-૧૦
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૧૦
* પારસી શહેનશાહી ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૪મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૫મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રે ક. ૨૪-૧૩ સુધી, પછી હસ્ત.
* ચંદ્ર ક્ધયામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સવારે ક. ૦૮-૧૧, રાત્રે ક. ૨૧-૧૮
* ઓટ: બપોરે ક. ૧૪-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૮ (તા. ૨૦)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – દસમી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૦-૨૯, સૂર્ય અનુરાધામાં ક. ૨૬-૩૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ, શ્રી મહાલક્ષ્મી, શિવપાર્વતી, શ્રી સૂર્યનારાયણ, શનિ ગ્રહદેવતાનું પૂજન, અર્યંમાનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પ્રયાણ મધ્યમ, હનુમાન ચાલીસા પાઠ વાંચન, પીપળાનું પૂજન, મુંડન કરાવવું નહીં, બાળકને પ્રથમ હનુમાનજીના દર્શન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, સૂર્યના અભ્યાસ મુજબ ઘઉં, જવ, ચણા વગેરેના અનાજમાં તેજી, સોના ચાંદીમાં મંદી આવે, કેટલેક ઠેકાણે સમૂહ, મેદની, ટોળામાં વિશાદજનક ઘટના ઘટે.
આચમન: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ ઉડાઉ સ્વભાવ, મંગળ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ મિથ્યાભિમાની.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, મંગળ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ. સૂર્ય અનુરાધા પ્રવેશ.
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ-વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.