પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૨-૫-૨૦૨૩,
મહારાણાપ્રતાપ જયંતી, ભારતીય જયેષ્ઠ માસારંભ
ભારતીય દિનાંક ૧, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, જયેષ્ઠ સુદ-૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે જયેષ્ઠ, તિથિ સુદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૪થો તીર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૪
મીસરી રોજ ૩જો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૪
નક્ષત્ર મૃગશીર્ષ સવારે ક. ૧૦-૩૬ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૬ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૪-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૨ (તા. ૨૩)
ઓટ: સવારે ક. ૦૬-૫૩, રાત્રે ક. ૧૯-૫૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – તૃતીયા. રંભાવ્રત, મહારાણાપ્રતાપ જયંતી (રાજસ્થાન), મેલા હલદીઘાટી, ભારતીય જયેષ્ઠ માસારંભ, મુસ્લિમ ૧૧મો જિલ્કાદ માસારંભ. અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે ક. ૧૦-૩૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, ઉપનયન, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, ચંદ્ર દેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, ખેરનું વૃક્ષ વાવવું, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, વિદ્યારંભ, નવા વાસણ, વાહન, નૌકા, દસ્તાવેજ, અન્નપ્રાશન, નામ કરણ, દેવ દર્શન, દુકાન-વેપાર-બી વાવવું, નિત્ય થતાં દસ્તાવેજ, સ્થાવર લેવડ દેવડનાં કામકાજ, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક.
આચમન: ચંદ્ર-શનિ ત્રિકોણ કરકસરિયા
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, માર્ગી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.