પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૨૦-૫-૨૦૨૩
ભારતીય દિનાંક ૩૦, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, જયેષ્ઠ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે જયેષ્ઠ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૧લો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૪
નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૦૮-૦૨ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૪, અમદાવાદ ક. ૦૫ મિ. ૦૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૨-૪૩, મધ્યરાત્રે ક. ૦૦-૨૨
ઓટ: સાંજે ક. ૧૮-૪૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, દશહરારંભ, કરીદિન, શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ સવારે ક. ૦૮-૦૨થી સૂર્યોદય (પ્રયાણે વર્જ્ય).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: અગ્નિદેવતાનું પૂજન, સૂર્ય-ચંદ્ર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, બ્ર્ાહ્માજીનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, મુંડન કરાવવું નહીં, શિવમંદિરમાં રુદ્રાભિષેક, પિતૃપૂજન, તર્પણ. જયેષ્ઠ માસ સંક્ષિપ્ત: જયેષ્ઠ માસમાં શુક્લપક્ષમાં દિવસ-૧૬, કૃષ્ણપક્ષમાં દિવસ-૧૪ એમ કુલ ૩૦ દિવસનો આ માસ છે. પૂનમ-અમાસનું ગ્રહણ આ માસમાં નથી. શુક્લપક્ષમાં સાતમની વૃદ્ધિ, કૃષ્ણપક્ષમાં બીજનો ક્ષય છે. દશહરા ગંગા પૂજનનો મહાપર્વ તા. ૨૦થી તા. ૩૦ પર્યત છે. ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ તા. ૨૫મીએ સૂર્યોદયથી સાંજે ક. ૧૭.૫૩ સુધી છે. નિર્જળા, ભીમ એકાદશી તા. ૩૧મીમે, યોગિની એકાદશી તા. ૧૪મી જૂને છે. સંત કબીર જયંત તા. ૪થી જૂને છે. જયેષ્ઠ શુક્લ પક્ષમાં અધિકત્તમ વ્રત પર્વાદિ છે. કૃષ્ણપક્ષમાં સંકષ્ટ ચતુર્થી, નાગપંચમી, એકાદશી, પ્રદોષ, શિવરાત્રિ અમાવસ્યા આદિ તીર્થ સંલગ્ન પર્વો છે. મંગળ અશ્ર્વિની અમૃતસિદ્ધિ યોગ તા. ૧૩ જૂને છે. જયેષ્ઠ સુદ એકમ પ્રતિપદા, કરિદિન હોય માંગલિક, સાંસારિક કાર્યો વર્જ્ય છે.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ કાર્યક્ષેત્રે અધિક પુરુષાર્થ રહ્યા કરે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, માર્ગી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.