(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૧૭-૧૧-૨૦૨૨,
લાલા લજપતરાય પુણ્યતિથિ
*ભારતીય દિનાંક ૨૬, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક વદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૮
* પારસી શહેનશાહી ૪થો શહેરેવર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૨મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૩મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* નક્ષત્ર મઘા રાત્રે ક. ૨૧-૧૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
* ચંદ્ર સિંહમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૬ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સાંજે ક. ૧૮-૨૪
* ઓટ: બપોરે ક. ૧૩-૦૩, મધ્યરાત્રે ક. ૦૦-૨૮ (તા. ૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – અષ્ટમી. લાલા લજપતરાય પુણ્યતિથિ.
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: સપ્તસતી પાઠ વાંચન, હવન, પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ગણેશ પૂજા, સૂર્યનારાયણ દેવતાનું પૂજન, પિતૃપૂજા, વડનું પૂજન, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડના કામકાજ.
* આચમન: ચંદ્ર-બુધ ચતુષ્કોણ ઉગ્ર પ્રકૃતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ બદનામીનો ભય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર મઘાનાં તારા સાથે યુતિ કરે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.