(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૧૬-૧૧-૨૦૨૨, કાલાષ્ટમી, કાલભૈરવ જયંતી
ભારતીય દિનાંક ૨૫, માહે કાર્તિક, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક વદ-૮
જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ વદ-૮
પારસી શહેનશાહી ૩જો અર્દીબહેશ્ત, માહે ૪થો તીર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૯મો આદર, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૧મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
મીસરી રોજ ૨૨મો, ૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
નક્ષત્ર આશ્ર્લેષા સાંજે ક. ૧૮-૫૮ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં સાંજે ક. ૧૮-૫૮ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સાંજે ક. ૧૬-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૧ (તા. ૧૭)
ઓટ: સવારે ક. ૧૧-૪૫, રાત્રે ક. ૨૨-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – અષ્ટમી. આઠમ વૃદ્ધિ તિથિ છે. કાલાષ્ટમી, પ્રથમાષ્ટમી (ઓરિસ્સા), કાલભૈરવ જયંતી, શુક્ર પશ્ર્ચિમમાં ઉદય, સૂર્ય વૃશ્ર્ચિકમાં ક. ૧૬-૧૬, સંક્રાંતિ પુણ્યકાળ બપોરે ક. ૧૨-૨૩થી સૂર્યોદય, મહાલય સમાપ્તિ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, બુધ ગ્રહ દેવતાનું પૂજન, ચંપાના પુષ્પથી શ્રી ગણેશપૂજન વિશેષરૂપે, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઔષધ ઉપચાર, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર-ખેતર-જમીન મકાન, સ્થાવર મિલકતના લેવડદેવડના કામકાજ. સંક્રાંતિ પુણ્યકાળમાં તીર્થસ્નાન, તર્પણ શ્રાદ્ધ, દાન, જપ, તપ, શિવપૂજા, વિષ્ણુપૂજાનો મહિમા. સૂર્યના અભ્યાસ મુજબ અન્નના ભાવ સમાન રહેશે. સોનું-ચાંદી, ઊનનાં વસ્રો, રૂ, સરસવ વગેરેમાં તેજી આવે, લાલ મરચું, રક્તચંદન તથા અન્ય લાલ રંગની વસ્તુઓમાં મંદી આવે. ઠંડીની ઋતુની અનુભૂતિ થાય. ઠંડી વધે. શુક્રના અભ્યાસ મુજબ ગોળ-ખાંડ, ચોખા, મીઠું તથા ક્ષાર વાળા પદાર્થોમાં મંદી આવે. પશુઓમાં રોગ વધે, ભૂકંપ આવે.
આચમન:ચંદ્ર-શનિ પ્રતિયુતિ નિર્ણય લેવામાં વિલંબ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સામાન્ય વ્યવહારમાં પ્રતિકૂળતા, બુધ-ગુરુ ત્રિકોણ ઉદાર સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, બુધ-ગુરુ ત્રિકોણ, બુધ અનુરાધા પ્રવેશ, શુક્રનો પશ્ર્ચિમમાં ઉદય થાય છે.
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા/ વૃશ્ર્ચિક, વક્રી મંગળ- વૃષભ, માર્ગી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મીન, શુક્ર-વૃશ્ર્ચિક, માર્ગી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.