પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૧-૫-૨૦૨૩,
ગુજરાત-મહારાષ્ટ્ર દિન, મોહિની એકાદશી
ભારતીય દિનાંક ૧૧, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૧મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સાંજે ક. ૧૭-૫૦ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં મધ્યરાત્રે ક. ૨૪-૨૧ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૭ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૦૯-૩૦, રાત્રે ક. ૨૧-૪૧
ઓટ: બપોરે ક. ૧૫-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૦ (તા. ૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – એકાદશી. મોહિની એકાદશી (ગૌ દૂધ), ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન, લક્ષ્મીનારાયણ એકાદશી (ઓરિસ્સા), ભદ્રા સવારે ક. ૦૯-૨૧ થી રાત્રે ક. ૨૨-૦૯. પ્લૂટો વક્રી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ઉપનયન, ખાતમુહૂર્ત, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ સહિત અભિષેક, વિદ્યારંભ, નિત્ય થતાં ખેતીવાડી, પશુ લેવડદેવડ, સ્થાવર લેવડદેવડના કામકાજ, ભગદેવતાનું પૂજન, ખાખરાનું વૃક્ષ વાવવું, વ્યવસાયની વાટાઘાટો, પરિવારમાં તથા અન્યત્ર જૂની ગેરસમજણો દૂર કરવી. યોગ કસરત, સારવાર, ઔષધ-ઉપચાર, કળા, ગાયન, વાદ્ય, સંગીત, અધૂરા કાર્યોને પૂર્ણ કરવા, મકાન-મિલકત ખરીદીના કામકાજ, બાંધકામને લગતા કામકાજ.
સંક્ષિપ્ત ગ્રહદર્શન: ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૧૫-૧૯, ચંદ્ર અસ્ત: ક. ૦૩-૫૬, બુધ ઉદય: ક. ૦૬-૨૦, અસ્ત: ક. ૧૯-૦૫, શુક્ર ઉદય: ક. ૦૮-૫૦, અસ્ત: ક. ૨૦-૦૭, મંગળ ઉદય: ક.૧૦-૫૧, અસ્ત: ક. ૦૦-૦૧, ગુરુ ઉદય: ક. ૦૫-૩૧, અસ્ત: ક. ૧૭-૫૫, શનિ ઉદય: ક. ૦૨-૪૯, અસ્ત: ક. ૧૪-૨૦ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે મેષ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે તુલા રાશિ લગ્ન ઉદિત થાય છે.)
આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ પ્રવાસનો શોખ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ વ્યવહારિક બાબતોમાં એકવાક્યતાનો અભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.