પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
શનિવાર, તા. ૨૯-૪-૨૦૨૩, સીતા નવમી, શ્રી હરિ જયંતી
ભારતીય દિનાંક ૯, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ સુદ-૯
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ સુદ-૯
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૯મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર આશ્ર્લેષા બપોરે ક. ૧૨-૪૬ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં બપોરે ક. ૧૨-૪૬ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૦૬-૪૧, રાત્રે ક. ૨૦-૧૩
ઓટ: બપોરે ક. ૧૨-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૮ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – નવમી. સીતા નવમી, શ્રી હરિ જયંતી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્પપૂજા, શિવપાર્વતી પૂજા, ગૌ માતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, મઘા જન્મનક્ષત્ર શાંતિ, પૂજા, વડનું પૂજન, મુંડન કરાવવું નહીં. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી ગણેશ પૂજા, સૂર્યપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી હનુમાનજીનું પૂજન, શ્રી હનુમાનચાલીસા સુંદરકાંડ, ભક્તિ, ભજન, રાત્રિ જાગરણ. સ્થાવર મિલકતની લેવડદેવડ, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડીના કામકાજ, ઘર, ખેતર જમીન વગેરે લેવડદેવડના કામકાજ
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રામાણિક.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર મઘા યુતિ થાય છે.
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન,
પ્લુટો-મકર.