પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),
ગુરુવાર, તા. ૨૭-૪-૨૦૨૩,
ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ
* ભારતીય દિનાંક ૭, માહે વૈશાખ, શકે ૧૯૪૫
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ સુદ-૭
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ સુદ-૭
* પારસી શહેનશાહી રોજ ૧૫મો દરેમહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૫મો દરેમહેર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
* નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૬-૫૯ સુધી, પછી પુષ્ય.
* ચંદ્ર કર્કમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૦ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૫ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સાંજે ક. ૧૭-૩૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૬ (તા. ૨૮)
* ઓટ: સવારે ક. ૦૯-૪૦, મધ્ય રાત્રે ક. ૦૦-૧૮
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – સપ્તમી. ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ સવારે ક. ૦૬-૫૯ થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય), ભદ્રા બપોરે ક. ૧૩-૩૮થી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૮ (તા. ૨૮).
* શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક. ૧૩-૩૮ સુધી શુભ.
* મુહૂર્ત વિશેષ: ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, પીપળાનું પૂજન, ચારે દિશામાં પ્રયાણ, શુદ્ધ સમયમાં વિદ્યારંભ, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, પરદેશનું પસ્તાનું, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, નવાં વસ્રો, વાસણ, વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન-વેપાર, પશુ લે-વેંચ, ધાન્ય ભરવું, બી વાવવું, સુવર્ણ ખરીદી, ગુરુ પુષ્યામૃત યોગમાં શ્રી યંત્ર સિદ્ધ પૂજા તથા સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશયંત્ર પ્રતિષ્ઠા પૂજા.
* આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ માનસિક શક્તિઓ ધરાવનાર, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ આયોજનમાં સાવધાની રાખવી જરૂરી, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ પરિવાર સાથેના વ્યવહારમાં મુશ્કેલી આવે.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ (તા. ૨૮). ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ ઉત્તરે ૫ અંશ ૧૭ કળાના અંતરે રહે છે.
* ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.