પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૪-૪-૨૦૨૩, ભદ્રા સમાપ્તિ, અમૃતસિદ્ધિયોગ
ભારતીય દિનાંક ૪, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૪થો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૬ (તા. ૨૫મી), સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર વૃષભમાં બપોરે ક. ૧૩-૧૨ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૬, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૪ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૫-૦૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૦ (તા. ૨૫)
ઓટ: સવારે ક. ૦૭-૫૧, રાત્રે ક. ૨૦-૪૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – ચતુર્થી. અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૬ (તા. ૨૫) ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૨૪.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ચંદ્રગ્રહ દેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, રિક્તાતિથિ હોઈ સાંસારિક શુભ કાર્યો વર્જ્ય છે. છતાંય અમૃતસિદ્ધિ યોગ હોય પ્રવાસ, નિત્ય થતાં દુકાન વેપાર, નામકરણ, દેવદર્શન, ઘર, ખેતર, જમીન, મકાન, લેવડદેવડ, જરૂરિયાત હોતા થઈ શકે છે. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, સાંજનો પ્રવાસ કાળી દ્રાક્ષ ખાઈ પ્રારંભવો. નવા અભ્યાસનો નિષેધ, નવાં વાસણ, વસ્રો વાપરવા કાઢી શકાય. નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ થઈ શકે છે.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ બદનામીનો ભય, સૂર્ય-રાહુ યુતિ મહત્ત્વાકાંક્ષાઓને ધક્કો લાગે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, સૂર્ય-રાહુ યુતિ
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.