પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૨૨-૪-૨૦૨૩, અક્ષયતૃતીયા,
શ્રી બસવેશ્ર્વર જયંતી, બદ્રીકેદાર યાત્રા,
ભારતીય દિનાંક ૨, માહે વૈશાખ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, વૈશાખ સુદ-૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે વૈશાખ, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૯મો આદર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧લો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨જો, માહે ૧૦મો શવ્વાલ, સને ૧૪૪૪
નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૩-૨૩ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૧૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૫, અમદાવાદ ક. ૧૯ મિ. ૦૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ક. ૧૩-૪૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૮ (તા. ૨૩)
ઓટ: સવારે ક. ૦૬-૫૩, રાત્રે ક. ૧૯-૨૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, વૈશાખ શુક્લ – દ્વિતિયા. અક્ષયતૃતીયા, શ્રી બસવેશ્ર્વર જયંતી, બદ્રીકેદાર યાત્રા, પરશુરામ જયંતી, કલ્પાદિ, ત્રેતાયુગાદિ, મુસ્લિમ ૧૦મો શવ્વાલ માસારંભ, રમજાન ઈદ, શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ રાત્રે ક. ૨૩-૨૪થી સૂર્યોદય (પ્રયાણ વર્જ્ય).
શુભાશુભ દિનશુદ્ધિ: મુહૂર્તરાજ શ્રેષ્ઠ દિવસ. શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: તર્પણ શ્રાદ્ધ, શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગમાં હનુમાન ચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ વાંચન, શનિ દેવતાની પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિનાયક પૂજા, પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી, નિત્ય થતાં દુકાન-વેપારના કામકાજ બી વાવવું, ધાન્ય ભરવું, ધાન્ય વેંચવું, મિત્રતા કરવી, વિશેષરૂપે ચંદ્ર ગ્રહ દેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો. બુધના અભ્યાસ મુજબ નારિયેળ, સોપારી તથા અન્ય કિરાણાની વસ્તુઓમાં તેજી આવે તેમ જણાય. ગુરુના અભ્યાસ મુજબ કેટલેક ઠેકાણે વરસાદ સારો થાય. ખેતીવાડીના ઉત્પાદનમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. રૂમાં ઘટવધ વધુ થશે. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, ખેતીવાડી,વ્યવસાયની વાટાઘાટો પૂર્ણ કરવી. જૂના અધૂરા કાર્યો પૂર્ણ કરવા. દૈનિક નક્ષત્ર યોગ તથા અખાત્રીજ પર્વનો શ્રેષ્ઠ જ્યોતિષ યોગ સૂર્ય, પૂજા, અગ્નિપૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઈષ્ટ દેવતાના પૂજન માટે શ્રેષ્ઠ અવસર છે. આજ રોજ ઈષ્ટ દેવતાનાં મંત્રજાપ, તીર્થમાં, નદી સ્નાન કરવું. નવા અભ્યાસ, નવા આયોજનો પ્રારંભવા. અધિકાર યુક્ત કામકાજ, યોજનાનો અમલ કરવો. આજ રોજ માંગલિક, સાંસારિક કામકાજ કરવા, ઘરનાં દ્વારનું પૂજન, ઉંબરાનું પૂજન કરવું. બ્રાહ્મણ દ્વારા શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન કરવું. ઘરના દરવાજાને તોરણ લગાવવું. અગ્નિદેવતાનું, નવા વસ્ત્ર ખરીદવા, મકાન-જમીન, ઘરની ખરીદી, સોના-ચાંદીના આભૂષણ ખરીદવા. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન, પૂજન કરવું, નવા વેપારનો પ્રારંભ, નવા સોદા-વેચાણ કરવાં, સુવર્ણની લે-વેંચ કરવી.
આચમન: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ મતલબી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ. ચંદ્ર કૃત્તિકા યુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-મેષ, મંગળ-મિથુન, વક્રી બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.