પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
ગુરુવાર, તા. ૧૩-૪-૨૦૨૩, કાલાષ્ટમી,
પારસી ૯મો આદર માસારંભ
* ભારતીય દિનાંક ૨૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર વદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ વદ-૮
* પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૨મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૧૦-૪૨ સુધી, પછી ઉત્તરાષાઢા.
* ચંદ્ર ધનુમાં સાંજે ક. ૧૬-૨૧ સુધી, પછી મકરમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૧ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સાંજે ક. ૧૭-૪૫ મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૨ (તા. ૧૪)
* ઓટ: સવારે ક. ૧૦-૧૯, મધ્ય રાત્રે ક. ૦૦-૧૯
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – અષ્ટમી. કાલાષ્ટમી, પારસી ૯મો આદર માસારંભ, શહાદતે હઝરતઅલી (મુસ્લિમ).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, મિલકત લેવડદેવડ, ખેતીવાડી, પશુ લે-વેંચ, ધાન્ય ઘરે લાવવું, નિયમો, આયોજનોનો અમલ કરવો, અધૂરાં ચૂકવાયેલાં નાણાં ચૂક્તે કરવા. કળાનું કામકાજ, ઘરને સાફસૂથરું રાખવું, સુશોભન કરવું. પૌરાણિક જગ્યાઓ, પ્રાચીન જગ્યાઓ, સ્થળોની મુલાકાત, અધ્યાત્મના વિષયોનું જ્ઞાન મેળવવું. શિવ-પાર્વતી પૂજા, સપ્તસતી પાઠ, વાંચન, હવન.
* આચમન:ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ લોકોમાં માનીતા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ
* ગ્રહગોચર: સૂર્ય-મીન /મેષ, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરુ-મીન, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.