પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર,
તા. ૬-૪-૨૦૨૩, બહુચરાજીનો મેળો, હનુમાન જન્મોત્સવ, છત્રપતિ શિવાજી પુણ્યતિથિ, વૈશાખ સ્નાનનો મહિમા
* ભારતીય દિનાંક ૧૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૧૫
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૫
* પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૨૪મો દીન, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૫મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* નક્ષત્ર હસ્ત બપોરે ક. ૧૨-૪૧ સુધી, પછી ચિત્રા.
* ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રે ક. ૨૫-૧૦ સુધી, પછી તુલામાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૨-૨૦, મધ્ય રાત્રે ક. ૦૦-૨૪
* ઓટ: સાંજે ક. ૧૮-૦૮, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૨૫ (તા. ૬)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચૈત્ર શુક્લ પૂર્ણિમા. ઈષ્ટિ, ચૈત્રી પૂનમ, વૈશાખ સ્નાનારંભ, બહુચરાજીનો મેળો, હનુમાન જન્મોત્સવ, છત્રપતિ શિવાજી પુણ્યતિથિ, શુક્ર વૃષભમાં સવારે ક. ૧૦-૫૯.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: ચૈત્રી પૂનમની જાત્રા, મેળા, ઉત્સવ, કુળદેવી-દેવતા દર્શન-હનુમાન જન્મોત્સવ, સર્વત્ર મંદિરોમાં મેળા ઉત્સવ, વિશેષપૂજા, ચંદ્ર-સૂર્ય-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, જુઈ વાવવી, પરદેશનું પસ્તાનું, નવા વસ્ર, આભૂષણ, વિદ્યારંભ, મહેંદી લગાવવી, અન્નપ્રાશન, દેવકરણ, પ્રથમ વાહન, પશુ લે-વેંચ, નૌકા બાંધવી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર વાંચન. રૂ, ચાંદી, સાકરમાં તેજી, ચોખા, ઘીમાં એક મહિના પછી તેજી આવે.
* આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ સ્વાસ્થ્યની કાળજી જરૂરી, બુધ-રાહુ યુતિ તકરારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (ચૈત્રી પૂર્ણિમા યોગ), બુધ-રાહુ યુતિ (તા. ૭), ચંદ્ર-ચિત્રા યુતિ.
* ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરુ-મીન, શુક્ર-મેષ /વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.