પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૨૯-૩-૨૦૨૩, દુર્ગાષ્ટમી, ભવાની પ્રાગટ્ય
* ભારતીય દિનાંક ૮, માહે ચૈત્ર, શકે ૧૯૪૫
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ચૈત્ર સુદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ચૈત્ર, તિથિ સુદ-૮
* પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૯મો આદર, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, માહે ૯મો રમજાન, સને ૧૪૪૪
* નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૦-૦૬ સુધી, પછી પુનર્વસુ
* ચંદ્ર મિથુનમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૭ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૫૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૨ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સાંજે ક. ૧૮-૨૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૨ (તા. ૩૦)
* ઓટ: સવારે ક. ૧૦-૧૯, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૧૫ (તા. ૩૦)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ચેત્ર શુક્લ અષ્ટમી – દુર્ગાષ્ટમી, ભવાની પ્રાગટ્ય, અશોકકલિકા પ્રાશન રાત્રે ક. ૨૦-૦૭ થી ૨૧-૦૮, અશોકાષ્ટમી, મેલાબાહુ ફોર્ટ (કાશ્મીર), અન્નપૂર્ણા પૂજા (બંગાળ), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૮-૦૧.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
* મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિદ્યારંભ, રાહુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, બાળકને પ્રથમ વખતનું અક્ષરજ્ઞાન, અન્નપ્રાશન, નામકરણ, માતા દુર્ગાદેવી અંબામાતાના દર્શન, આભૂષણ, વસ્ર, રાજ્યાભિષેક, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા-કળશ પતાકા ચઢાવવી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ઘર-ખેતર, જમીન, મકાન, લેવડદેવડના કામકાજ, પ્રાણી પાળવા, ધાન્ય ઘરે લાવવું, અગરના ઔષધીય પ્રયોગો.
ચૈત્રી નવરાત્રી પર્વ: નવરાત્રિ પર્વમાં ધર્મલાભની સ્મૃતિ કાયમની રહે તે માટે નિત્ય પ્રાત: પૂજા, અષ્ટમીના ઉપવાસ, જપ, અનુષ્ઠાન, હવન, દેવીમંદિરના દર્શન, મંદિરોમાં જાહેર સ્થળોએ થતાં હવનના દર્શન કરવા. નિત્ય સપ્તશતી પાઠ વાંચન, નવાર્ણ મંત્ર- ૐ હ્રીં ક્લી ચામુંડાયે વિચ્ચે॥ના નિત્યમાળા, જાપ કરવા. શ્રી મહાગૌરી માતાજી: જે સફેદ હાથી ઉપર આરૂઢ, સફેદ વસ્ર ધારણ કરનાર, સદા પવિત્ર છે તથા મહાદેવજીને આનંદ આપનાર મહાગૌરી દુર્ગાદેવી અમને મંગલ પ્રદાન કરે.
* આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ વ્યવહારમાં મુશ્કેલી પડે, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૩૦)
* ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.