પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૧૬-૩-૨૦૨૩,
ભદ્રા પ્રારંભ
* ભારતીય દિનાંક ૨૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૯
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૯
* પારસી શહેનશાહી ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૯મો આદર, સને ૧૩૯૨
* પારસી ગાથા ૧ અહુનવદ સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૪મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૬ સુધી (તા. ૧૭મી) પછી ઉત્તરાષાઢા.
* ચંદ્ર ધનુમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૭
સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: રાત્રે ક. ૧૯-૫૫,
* ઓટ: બપોરે ક. ૧૨-૦૭, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૦ (તા. ૧૭)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ- નવમી. બુધ મીનમાં સવારે ક. ૧૦-૪૮, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૫ (તા. ૧૭મી).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: ગુરુ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, માલ વેંચવો, સ્થાવર મિલકત, ખેતીવાડી, પશુ લે-વેંચના નિત્ય થતાં કામકાજ. બુધના અભ્યાસ મુજબ રૂમાં તેજી, સોના ચાંદીમાં પહેલા જેટલો વધારો થાય. તેટલો ઘટાડો થાય, ઘઉં, ગોળ, ખાંડ વગેરેમાં મંદી આવે.
* આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ અચોક્કસ સ્વભાવ, બુધ-નેપ્ચૂન યુતિ આધ્યાત્મિક, સૂર્ય-મંગળ ચતુષ્કોણ વડીલ સાથેનો મતભેદ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, બુધ-નેપ્ચૂન યુતિ, સૂર્ય-મંગળ ચતુષ્કોણ.
* ગ્રહ ગોચર: સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-કુંભ/મીન, ગુરુ-મીન, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.