હિંદુ પૌરાણિક કથાઓમાં હાથીની મૂર્તિઓનું એક આગવું મહત્વનું સ્થાન છે અને તેનો ઉપયોગ ઘરની સજાવટ દરમિયાન પણ કરવામાં આવે છે. હાથીની મૂર્તિને શક્તિ, એકતા અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે, એવી એક સામાન્ય માન્યતા છે. આજે આપણે અહીં વાત કરીશું કે ઘરમાં હાથીની મૂર્તિ ક્યાં અને કેવી રીતે રાખવામાં આવે તો મેક્સિમમ ફાયદો મેળવી શકાય એમ છે.
ફેંગશુઈની સાથે વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથીની મૂર્તિનું પણ પોતાનું એક અલગ જ મહત્વ છે. ઘરમાં સકારાત્મકતા લાવવા માટે લોકો ઘણીવાર હાથીઓની મૂર્તિઓ અને ફોટાઓ મૂકવામાં આવે છે.
ક્યાં રાખશો ઘરમાં હાથીની મૂર્તિ?
સૌથી પહેલાં તો વાત કરીએ કે હાથીની મૂર્તિ ઘરમાં ક્યાં રાખવી જોઈએ. હાથીઓ રક્ષક અને સંરક્ષક છે, એટલે ઘરના દરવાજાની નજીક કે પછી સામે જ તેની મૂર્તિઓ મૂકવું એ શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરનું પ્રવેશદ્વાર પહોળું છે, તો તમે દરવાજાની બંને બાજુ હાથીઓની જોડી રાખી શકો છો. ફેંગશુઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જો તમે તમારા ઘરને ખરાબ અને નેગેટિવ એનર્જીથી બચાવવા માંગો છો, તો તમે હાથીના મોંને બહારની તરફ રાખવું જોઈએ.
આ ઉપરાંત સ્ટડી રૂમ કે ઓફિસમાં હાથીઓની પેઇન્ટિંગ લગાવવી પણ શુભ માનવામાં આવે છે. જો બાળકોના રૂમમાં હાથીનું પેઇન્ટિંગ મૂકવા માંગતા હો, તો માદા હાથી અને તેના બાળક સાથેનો ફોટો મૂકો. તમે જ્ઞાન વધારવા અને એકાગ્રતા વધારવા માટે હાથીઓની મૂર્તિઓને વૉલપેપર અથવા રમકડાના રૂપમાં પણ રાખી શકો છો. હાથીના મૂર્તિઓ અને ફોટો મૂકવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ શ્રેષ્ઠ છે.
હાથીની મૂર્તિઓ મૂકવા માટેની ટિપ્સ
પિત્તળની હાથીની મૂર્તિઓને બેડરૂમમાં રાખવાનું શુભ ગણાય છે કારણ કે આને કારણે કપલ્સ વચ્ચેના વિવાદો દૂર થાય છે.
મીટિંગ રૂમમાં પિત્તળના હાથીઓને રાખવાથી કાર્યસ્થળમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવવાનું પણ કામ કરે છે.
ઘરમાં ઘન ચાંદીનો હાથી રાખવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઉત્તર દિશામાં નક્કર ચાંદીની હાથીની મૂર્તિ રાખવી જોઈએ.
જો તમારું ઘર ઑફિસ અથવા કાર્યસ્થળ મોટું છે, તો તમારે પ્રવેશદ્વાર અથવા દરવાજા પાસે હાથીની મૂર્તિ રાખવી જોઈએ.