હિન્દી ટીવી સીરિયલથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી ફિલ્મો અને ટીવી પ્રેસેન્ટર સુધીની મજલ કાપનાર, પોતાના ટેટૂ અને બ્લાઉઝને કારણે વિવાદોમાં રહેલ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ આજની આપણી બર્થડે ગર્લ મંદિરા બેદીના જીવનમાં અનેક ઉતર ચઢાવ આવ્યા છે પણ તમામ મુશ્કેલીઓ છતાં અડીખમ ઊભી રહીને મંદિરાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
મંદિરા બેદી એક એવી અભિનેત્રી છે જે પોતાની શરતો પર કામ કરે છે અને માટે જ વિવાદો એનું સરનામું પૂછીને આવી જાય છે. ટેટૂ હોય કે બ્લાઉઝ હોય એ વિવાદોથી ઘેરાયેલી હોય છે. એટલું જ નહિ પતિના મૃત્યુ બાદ એક ફ્રેન્ડ સાથેના ફોટો માટે પણ એ ખૂબ ટ્રોલ થઈ છે.
ફિટનેસની વાત કરીએ તો મંદિરા બેદી કોઈને પણ પાછળ મૂકી શકે છે. 1994માં શાંતિ સિરિયલથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર મંદિરા તેની 29 વર્ષની કારકિર્દીમાં ઘણાં વિવાદોનો ભોગ બની છે.
2004માં પોતાની ગરદન પાછળ ઓમકારનો ટેટૂ કરાવ્યો હતો. 2010 આ ટેટુને લઈને બહુ હોબાળો થયો હતો. એના આ ટેટુએ ઘણાં લોકોની ધાર્મિક ભાવના દુભાવી હતી. વિવાદ એટલો વધ્યો કે મંદિરાને આખરે ટેટૂ હટાવવો પડ્યો હતો. પંજાબના લોકોએ ટીવી પર મંદિરનો ટેટૂ જોઈ તેના પૂતળા બળ્યા હતાં. એને ન્યૂઝ પેપરમાં માફિનામુ છપાવવું પડ્યું હતું. આ ઘટના બાદ મંદિરા બહુ રડી હતી.
થોડો સમય વિવાદ શાંત રહ્યો પણ ફરી બે વર્ષ બાદ લુધિયાનામાં એક કાર્યક્રમમાં મંદિરાએ સાડી પહેરી હતી કોઈ એ તેનો બેક સાઈડથી ફોટો લઈ વાયરલ કરી દીધો. 2010ની ચૂંટણી વખતે મંદિરા બેદી પર એક ગુન્હો પણ દાખલ થયો હતો.
પતિના મૃત્યુ બાદ તેના પર ખૂબ ખરાબ કમેન્ટ પણ થઈ હતી. મંદિરાના પતિ રાજ કૌશલનું 2021માં કાર્ડિયાક અરેસ્ટ થી મૌત થયું હતું. એના થોડા દિવસો બાદ મંદિરાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો શેર કર્યા હતાં જેમાં એ બિકિનીમાં એના કોઈ ફ્રેન્ડ સાથે પૂલમાં દેખાઈ. મંદિરાના ફેન્સ કદાચ તે સહન ના કરી શક્યા. યુઝર્સે તેના પર ખરાબ કમેન્ટ પણ કરી. ટ્રોલર્સે લખ્યું કે પતિના મૃત્યુને હજી સુધી થોડા મહિનાજ થયા છે. તારે થોડું રોકાઈ જવું જોઈતું હતું. આ સિવાય ઘણાં ખરાબ કમેન્ટ આવતા આખરે મંદિરાને કૉમેન્ટ સેકશન બંધ કરવાની ફરજ પડી.
2003 થી 2007 સુધી મંદિરા આઇસીસી ક્રિકેટ શોનું સંચાલન કરતી હતી તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ક્રિકેટર તેણે ગંદી રીતે ઘુરતા. ખરાબ નજરે જોતા.
એ સમયે મંદિરાનું નુડલ સ્ટ્રીપ વાળું બ્લાઉઝ બહુ ફેમસ થયું હતું. ઘણી વાર મંદિરા તેના બ્લાઉઝને કારણે પણ ચર્ચામાં રહી છે.