ઈતિહાસની દૃષ્ટિએ દરેક દિવસ મહત્વપૂર્ણ હોય છે. 19મી ફેબ્રુઆરી ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓની સાક્ષી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના કરી હતી. શિવાજી મહારાજે રૈયતનો રાજા કેવો હોવો જોઈએ તેનું ધોરણ નક્કી કર્યું હતું.
આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. કહેવાય છે કે શિવાજી મહારાજ તેમના માવળાઓ અને રૈયતને ખૂબ પ્રેમ કરતા હતા. તેમના દરબારમાં બધાને માન-સન્માન આપવામાં આવતું હતું, તેથી તેમને રૈયતના રાજા કહેવામાં આવે છે. દરેક લડાઈ બાદ શિવાજી મહારાજે તલવારબાજોને ‘માન-અકરામ’ આપ્યા હતા અને કુશળ બરછી ફેંકનારાઓને ‘ભાલેરાવ’ તરીકે સન્માનિત કર્યાં હતાં. સ્વરાજ્ય માટે બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને સોનાના સિક્કા આપવામાં આવ્યા હતા.
શિવાજી મહારાજ ખૂબ જ દૂરંદેશી ધરાવતા હતા. તેઓએ હંમેશા સ્વરાજ્ય માટે વિચાર્યું હતું. તેઓ હંમેશા વિચારતા હતા કે સ્વરાજ્યની સ્થાપના પછી તેનો વિસ્તાર કેવી રીતે થશે. તેમના દ્વારા બાંધવામાં આવેલ કિલ્લાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ કિલ્લાઓ એટલા અભેદ્ય હતા કે તેના પર ચઢાઇ કરતા પહેલા દુશ્મનને હજાર વાર વિચારવું પડતું હતું. કિલ્લાઓની આસપાસની કિલ્લેબંધી મજબૂત હતી અને આ માટે કિલ્લાના ખોદકામમાંથી મળેલા પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી જ કદાચ આટલી ઊંચાઈએ તેમણે ઘણા અભેદ્ય કિલ્લાઓ બનાવ્યા હતા. દુશ્મનનો પાણીની સાથે સાથે જમીન પરથી પણ આક્રમણ કરી શકે છે, તેવી અગમચેતી સાથે તેઓએ કિલ્લાઓ બનાવ્યા હતા. મહારાષ્ટ્રને આજે પણ આ સમૃદ્ધ વારસા પર ગર્વ છે.
શિવાજી મહારાજે ગોરિલા યુદ્ધ કરી ઘણા અભિયાનો અને લડાઈઓ જીતી હતી. દુશ્મનની સેના ગમે તેટલી મોટી હોય, શિવાજી મહારાજે ચંદ માવળાઓની મદદથી દુશ્મનને હરાવ્યા હતા. શિવાજી મહારાજે સ્વરાજ સ્થાપતી વખતે સેંકડો કિલ્લાઓ બાંધ્યા અને જીત્યા હતા. કહેવાય છે કે હિંદુ સ્વરાજમાં શિવાજી મહારાજ પાસે 400 કિલ્લા હતા. તેમાંથી ઘણા કિલ્લાઓ આજે પણ ઉભા છે.
આજની જન્મ જયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજને શત શત નમન.
છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ ભારતમાં ઠેક ઠેકાણે અલગ અલગ રિતે મનાવવામાં આવે છે એમાથી બોરિવલીનાં ગોરાઇ વિસ્તારમાં શિવમાવળા પ્રતિષ્ઠાન તરફ્થીએ પ્રભાત રેલિનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.