Homeઆમચી મુંબઈ‘આજે હું રાજભવનમાં છું, કાલે તમે પણ હોઇ શકો છો’

‘આજે હું રાજભવનમાં છું, કાલે તમે પણ હોઇ શકો છો’

ગવર્નરનું નિવેદન ફરી એક વાર ચર્ચાનું કારણ બન્યું

ભૂમિપુત્રનું સન્માન:મહારાષ્ટ્રના રાજભવનમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા યુ. યુ. લલિતનો શનિવારે સત્કાર કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. (જયપ્રકાશ કેળકર)
———
મુંબઈ: રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશ્યારી તેમના નિવેદનને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. શનિવારે પણ તેમણે છેક નિવૃત્તિનો સંકેત આપ્યો હતો. ‘હું આજે રાજભવનમાં છું. કાલે તમે પણ નિવૃત્ત થયા બાદ રાજભવનમાં આવી શકો છો, એવું સૂચક વિધાન કરીને ગવર્નરે ચીફ જસ્ટિસ ઉદય લલિતને ઓફર આપી દીધી હતી.
ભારતના ચીફ જસ્ટિસ ઉદય લલિતનો સત્કાર સમારંભ રાજભવનમાં પાર પડ્યો. આ કાર્યક્રમમાં ગવર્નર કોશ્યારી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ સમયે બોલતાં ગવર્નરે સૂચક વિધાન કર્યું હતું.
દરમિયાન ચીફ જસ્ટિસ ઉદય લલિતે મરાઠીમાં ભાષણ કરીને તમામ લોકોનાં મન જીતી લીધાં હતાં. ‘મુંબઈમાં આવ્યો અને સત્કાર પણ મુંબઈમાં થઇ રહ્યો છે એટલે હું મરાઠીમાં જ બોલીશ. હું બાઈક પર આખું મુંબઈ ફર્યો છું. હું છેલ્લાં ૩૭ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં છું. મારી વિડંબના એ છે કે મારા દીકરાને મરાઠીમાં બોલતા નથી આવડતું. જોકે ઘરમાં હજી પણ થોડું વાતાવરણ તો મરાઠીપણાનું છે,’ એવું તેમણે જણાવ્યું હતું. મને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે સત્કાર માટે આવશો કે શું અને મેં તરત હા પાડી દીધી હતી. કારણ કે આ પ્રદેશે મને ઘણું બધું આપ્યું છે. સુશીલકુમાર શિંદે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા એ સમયે મહારાષ્ટ્રનાં તમામ પ્રકરણો મારી પાસે આવ્યાં હતાં, એવી વાતોને પણ ચીફ જસ્ટિસે યાદ કરી હતી. ઉ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -