Homeટોપ ન્યૂઝદો આરઝુ મે કટ ગયે દો ઈન્ઝાર મેઃ આવી જ હતી આ...

દો આરઝુ મે કટ ગયે દો ઈન્ઝાર મેઃ આવી જ હતી આ શાયરની પણ જિંદગી

ગઈ કાલે જ પ્રેમનો દિવસ ગયો. તે સમયે વેલેન્ટાઈ્નસ ડેની આવી ઉજવણી નહીં હોય, પણ પ્રેમ કેવો અપાર હશે તે જાણવું હોય તો શાયરી-ગઝલોમાંથી જાણી શકાય. શાયરી નામ પડતા જ તમારા હૃદયમાં ઝણઝણાટી થાય અને પહેલું નામ કોઈનું આવે તો તે મિર્ઝા ગાલિબ. આજે આ અદના શાયરની પુણ્યતિથિ છે. ૧૫મી ફેબ્રુઆરી, ૧૯૮૯માં દુનિયાને અલવિદા કહેનારા ગાલિબનું જીવન આરઝુ ને ઈન્તઝારમાં જ પસાર થયું. ડિસેમ્બર, ૧૭૯૭માં જન્મેલા ગાલિબે પોતાના ઘણા વ્હાસોયાને ખોઈ નાખ્યા અને ગરીબી અને તકલીફો વચ્ચે જીવન પસાર કર્યું, તેમ માનવામાં આવે છે. ગાલિબની ગઝલમાં મોહબ્બત, ઈશ્ક સાથે જીવનની ઊંડી સમજ અને ફિલોસોફી પણ એટલી જ હતી લાકો પ્રેમીઓને પ્રેમ અભિવ્યક્ત કરવા માટે શબ્દો આપનાર ગાલિબ વેલેન્ટાઈન ડેના બીજા દિવસે જ મૃત્યુ પામ્યા. તેમના મોતનો મલાજો પણ ન જળવાયો હોવાનું ઈતિહાસકારો કરે છે.
તેમનું પુરુ નામ મિર્ઝા અસદઉલ્લાહ બૈગ ખાન હતું. મુગલ બહાદુરશાહ ઝફરના મહેલમાં ગીત ગાનારી નવાબ જાન ગાલિબના પ્રેમમાં હોવાનું માનવામા આવે છે ગાલિબના પત્રમાં તેનો ઝીક્ર છે. જોકે તેમના તાલ્લુકાત વિશે વિશેષ કંઈ લખાયું નથી. ગાલિબના પત્ની ઉમરાવ બેગમ હતા. ગાલિબ પેન્શન ચાલુ રાખવા અરજી કરવા માટે કોલકત્તા આવ્યા હતા અને આ શહેરના પ્રેમમાં પડી ગયા હતા, તેમ તેમણે તેમના પત્રમાં લખ્યું છે. ગાલિબના જીવન વિશેની માહિતી ઘણી ઓછી છે, પરંતુ તેમના જીવન કરતા આજના દિવસે તેમની કલમનો આસ્વાદ લઈએ તે જ યોગ્ય છે.

તો અર્ઝ કિયા હૈ…
હમકો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન
દિલ કે ખુશ રહેને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ

મુહોબ્બત મે નહીં હૈ ફર્ક જીને મરને કા
ઉસી કો દેખ કર જીતે હૈ જીસ કાફિર પર દમ નિકલે

ઉનકે દેખને સે જો આ જાતી હૈ મૂહ પે રૌનક
વો સમજતે હૈ કી બીમાર કા હાલ અચ્છા હૈ

યે ના થી હમારી કિસ્મત કી વિસાલ-એ-યાર હોતા
અગર ઔર જીતે રહતે યહી ઈન્તઝાર હોતા

ઈશરત-એ-કત્તરા હૈ દરિયા મે ફના હો જાના
દર્દ કા હદ સે ગુઝરના હૈ દવા હો જાના

રગોં મે દૌડતે ફિરને કે હમ નહીં કાઈલ
જબ આંખ હી સે ન ટપકા તો ફિર લહૂ ક્યા હૈ

મંઝિલ મિલેગી ભટક કર હી સહી
ગુમરાહ તો વો હૈ જો ઘર સે નિકલે હી નહીં

વો આયે ઘર મેં હમારે ખુદા કી કુદરત હૈં
કભી હમ ઉનકો કભી અપને ઘર કો દેખતે હૈ

હુઈ મુદ્ત કિ ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ
વો હર ઈક બાત પર કહના કિ યૂં હોતા તો ક્યા હોતા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -