2014માં 239 પ્રવાસીનાં મોત થયા હતા
કુઆલાલમ્પુરઃ લગભગ આઠ વર્ષ પહેલા મલયેશિયન એરલાઈન્સની એમએચ70 ફ્લાઈટ્ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા પછી તાજેતરમાં મળી આવેલા કાટમાળથી જાણવા મળ્યું છે કે દરિયામાં પડતી વખતે લેન્ડિંગ ગિયર નીચે હતું. 25 દિવસ પહેલા મડાગાસ્કરના એક માછીમારના ઘરમાં બોઈંગ 777ના લેન્ડિંગ ગિયર દરવાજાનો કાટમાળ મળ્યો હતો.
અહીં એ જણાવવાનું કે આ એમએચ370ના પાઈલટના વિમાનને જાણી જોઈને ડૂબાડવાના ઉદ્દેશ હેઠળનો પહેલો અવશેષ મળ્યો છે. વર્ષ 2014માં આ દુર્ઘટના ઘટી હતી, જેમાં 239 પ્રવાસીનાં મોત થયા હતા. આઠમી માર્ચ 2014ના રોજ 239 લોકો સાથે ગાયબ થયેલ ફ્લાઈટ જે કુઆલમપુરમથી બીજિંગ જઈ રહ્યું હતું, જેમાં સૌથી વધુ ચીનના લોકો હતા.
બ્રિટનના એન્જિનિયરે દાવો કર્યો હતો કે આ વિમાનનો અકસ્માત જાણી જોઈને કરવામાં આવ્યો હતો. આ ફ્લાઈટ હાઈ સ્પીડ ડાઈવ સાથે ખતમ થાય અને વિમાન શક્ય એટલા ટુકડામાં તૂટી જાય એ ઉદ્દેશને લઈને ડિઝાઈન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં પ્રકાશમાં કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે વિમાનને તોડવા માટે ડિઝાઈન કરવામાં આવેલી હાઈ સ્પીડના પ્રભાવ અને વિમાન જેટલું ઝડપથી ડૂબી શકે એવા ડિઝાઈન કરવામાં આવેલ વિસ્તારિત લેન્ડિંગ ગિયરનું સંયોજન સ્પષ્ટ રુપથી અકસ્માતના સાબિતી છુપાવવાનો સ્પષ્ટ ઈરાદો જોવા મળે છે. ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન પાઈલટ સામાન્ય રીતે પાણીમાં લેન્ડિંગ ગિયર નીચે નથી રાખતો કારણ કે તેનાથી વિમાનના અનેક ટુકડા થવાની સંભાવના વધી જાય છે, એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ વિમાન જલદી ડૂબવાની એ વખતે સંભાવના વધી જાય છે, તેનાથી જીવિત રહેલા લોકોને બહાર કાઢવામાં બહુ ઓછો સમય મળે છે.