ટેલિવિઝન પર દોઢ દાયકાથી રાજ કરી રહેલાં ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને જેઠાલાલ લોકોના દિલોદિમાગ પર રાજ કરી રહ્યા છે. જેઠાલાલ, તેમની સાથે થતી ટ્રેજેડી અને તેમના સરસ મજાના યુનિક ડિઝાઈનવાળા કલરફૂલ શર્ટ્સ…આ ત્રણેય બાબતોમાં દર્શકોને ભારે ઈન્ટરેસ્ટ હોય છે. પણ આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ પણ થાય કે આખરે આ શર્ટ ડિઝાઈન કોણ કરતું હશે, બરાબર ને?
તમારા આ સવાલનો જવાબ લઈને જ આજે અમે આવ્યા છીએ. આજે અમે તમને મળાવીશું પડદા પાછળના કસબીને. જેઠાલાલની કોમિક ટાઈમની સાથે સાથે ડિફરન્ટ લૂકને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેઠાલાલ અને તેના શર્ટ ડિઝાઈન કરે છે મુંબઈના જિતુભાઈ લાખાણી. જિતુભાઈએ જ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે શોની શરુઆતથી જ તેઓ દિલીપ જોષી એટલે કે જેઠાલાલ ગડાના શર્ટ્સ ડિઝાઈન કરે છે. જિતુભાઈ ખુદ ગુજરાતી હોવાને કારણે તેઓ એ જ પ્રકારના ટિપિકલ ગુજરાતી સ્ટાઈલના શર્ટ ડિઝાઈન કરે છે.
વધુ વાત કરતાં જિતુભાઈએ જણાવ્યું હતું કે શોમાં જો કોઈ સ્પેશિયલ સેગમેન્ટ હોય તો ખાસ પ્રકારના એરેન્જમેન્ટ્સ કરવા પડે છે. એક શર્ટને ડિઝાઈન કરવા માટે કેટલો સમય લાગે છે એવો સવાલ પૂછવામાં આવતા તેઓ જણાવે છે કે શર્ટ બનાવવા માટે બે કલાક તો તેના પર ડિઝાઈન કરવા માટે ત્રણેક કલાકનો સમય લાગે છે આમ એક શર્ટ કમ્પલિટ તૈયાર થતાં પાંચેક કલાકનો સમય લાગે છે.