ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં દોઢ દાયકાથી 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે અને હવે આ શો સંબંધિત જ એક મહત્ત્વની જાહેરાત લઈને આવ્યા છે નિર્માચા આસિત મોદી. ગયા વર્ષે, નિર્માતાઓએ શોમાં એક કાર્ટૂન શ્રેણી શરૂ કરી હતી અને હવે તારક મહેતા શોમાં ‘રન જેઠા રન’ ગેમ પણ લોન્ચ કરવામાં આવી છે, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે નિર્માતા અસિત કુમાર મોદીએ ખુલાસો કર્યો છે કે તેઓ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા યુનિવર્સ’ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
અસિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું કે શું તેઓ તારક મહેતા શો પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે? તો આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, હા, ફિલ્મ પણ બનશે. આ એક એનિમેટેડ ફિલ્મ પણ હશે. બધું થઈ જશે. અમે તારક મહેતાના શોને એક મોલ જેવો બનાવવા માંગીએ છીએ જ્યાં દર્શકોને બધું જ મળશે..,
એક ન્યુઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન અસિત મોદીએ જણાવ્યું હતું કે લોકોને આ શો ખૂબ પસંદ છે અને તેને 15 વર્ષ થઈ ગયા છતાં પણ તેમ છતાં લોકો હજી પણ એટલા જ આનંદથી આ શો જોઈ રહ્યા છે. તેથી મને લાગ્યું કે શોના પાત્રો સાથે કંઈક કરવું જોઈએ. આજે જેઠાલાલ, બબીતા, દયાબેન, સોઢી અને શોના અન્ય પાત્રો ઘર-ઘરનું નામ બની ગયા છે. તે દરેકના પરિવારના સભ્ય સમાન છે. અમને 15 વર્ષથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે અને તેથી મેં એક યુનિવર્સ બનાવવાનું વિચાર્યું છે.
તેણે કહ્યું, ‘મેં વિચાર્યું કે કોઈપણ રીતે લોકોને આ પાત્રો ગમે છે, તો ચાલો તેના પર એક ગેમ બનાવવામાં આવે. લોકો પ્રવાસ કરતાં હોય ત્યારે કે ઓફિસમાં હોય કે અન્ય કોઈ જગ્યાએ હોય તે દરેક સમયે ગેમ રમે છે. જ્યારે પણ લોકો ફ્રી હોય છે, ત્યારે તેઓ ગેમ રમે છે. તેથી મેં ગેમ બનાવવાનું વિચાર્યું.
આસિત મોદીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ‘મને એવું લાગે છે કે દરેક વય જૂથના દર્શકોએ અમારા શો સાથે જોડાવું જોઈએ. આપણી પાસે દરેક માટે કંઈક હોવું જોઈએ. અમે આ ગેમને બ્લોકચેન સાથે જોડવા પર પણ કામ કરી રહ્યા છીએ. ટેક્નોલોજી ખૂબ ઝડપથી વિકસી રહી છે. તેથી આપણે ટેકનોલોજી સાથે કંઈક કરવું પડશે. આના વિના આપણે કશું કરી શકતા નથી. આ એક ડિજિટલ વિશ્વ બની રહ્યું છે.
જોકે, અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ટીવી હંમેશા તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેણે કહ્યું, ‘મેં વિચાર્યું કે TMKOC માત્ર એક ટેલિવિઝન શો કરતાં વધુ હોવું જોઈએ. તેમાં ઘણું બધું છે. ટેલિવિઝન આપણા માટે ખૂબ મહત્વનું છે. આ શો ટેલિવિઝન પર ચાલુ રહેશે, પરંતુ આપણે બીજું શું કરી શકીએ? તેથી જ અમે ગેમ્સ શરૂ કરી છે.