તિરુપતિ બાલાજી દેશની ગણના સૌથી અમીર દેવતાઓમાં થાય છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ શનિવારે મિલકતની સત્તાવાર માહિતી જાહેર કરી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, 10.3 ટન સોનું રાષ્ટ્રીય બેંકમાં જમા છે. તેની કિંમત 5 હજાર 300 કરોડ રૂપિયા છે. મંદિરની રોકડ જમા રકમ 15938 કરોડ રૂપિયા છે. ભગવાનના ભક્તોને વિનંતી છે કે તેઓ કોઈપણ પ્રકારના ષડયંત્રના ખોટા પ્રચારમાં વિશ્વાસ ન કરે. TTD એ પારદર્શિતા સાથે ઘણી બેંકોમાં રોકડ અને સોનાનું રોકાણ કર્યું છે. TTD એ બેંકોમાં કુલ 2.26 લાખ કરોડનું રોકાણ કર્યું છે. TTDના એક્ઝિક્યુટિવ ઓફિસર AV ધર્માએ જણાવ્યું હતું કે મંદિર ટ્રસ્ટની નેટવર્થ વધીને 2.26 લાખ કરોડ થઈ ગઈ છે. વર્ષ 2019માં TTDની બેંક ડિપોઝિટ 13025 કરોડ રૂપિયા હતી, જે હવે વધીને 15938 કરોડ રૂપિયા થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ રોકાણમાં રૂ. 2900 કરોડનો વધારો થયો છે. TTDના બેંક સ્ટેટમેન્ટ અનુસાર, વર્ષ 2019માં બેંકમાં 7339.74 ટન સોનું જમા કરવામાં આવ્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષમાં તેમાં 2.9 ટન સોનું ઉમેરાયું છે. મંદિરની 960 પ્રોપર્ટી સહિત આ પ્રોપર્ટી દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી છે.