બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બાદ હવે તેની આગામી ફિલ્મ ટાઈગર 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ જ ફિલ્મના સેટ પરથી સલમાનના ફેન્સને ચિંતા થઈ જાય એવા સમાચાર આવી રહ્યા છે અને ખુદ ભાઈજાને આની જાણકારી પોસ્ટ કરીની આપી હતી.
સલમાન ખાને ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો જોઈને સલમાનના ફેન્સ એકદમ ચિંતામાં આવી ગયા છે. વાત જાણે એમ છે કે સલમાન ખાને સેટ પર પોતાની ઈજા પહોંચી હોવાની માહિતી આપતો ફોટો પોસ્ટ કર્યો છે અને લખ્યું હતું કે ‘ટાઈગર 3’ના સેટ પર ઘાયલ થયો હતો. ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે ટાઈગર અભી ઝખ્મી હૈ…
સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ટાઈગર 3ના સેટ પરના તેના લેટેસ્ટ ફોટોની એક ઝલક બતાવી છે, આ પોસ્ટમાં તેનો ચહેરો નથી દેખાઈ રહ્યો પણ તેના ખભા પર એક પેચ જોવા મળી રહ્યો છે. સલમાનના ડાબા ખભા પર આ પેઈન રિલીવિંગ પેચ જોવા મળી રહ્યો છે. સલમાને કેપ્શનમાં જણાવ્યું કે કેવી રીતે તેના ખભામાં ઈજા થઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી લીધો છે.
તેણે એવું પણ કહ્યું હતું કે દુનિયાને તો રહેવા જ દો અને મને પાંચ કિલોનો ડમ્બેલ ઉઠાવી બતાવો. #ટાઈગર ઘાયલ છે. ટાઈગર થ્રી.’
ફોટામાં સલમાન ખાનની આ હાલત જોઈને ચાહકો તે જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. એક્ટરની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે ‘ગેટ વેલ સૂન’. જ્યારે અન્ય અક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘તમારી સંભાળ રાખો’. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું કે, શિકાર કરવા માટે જલ્દી સ્વસ્થ થઈ જાઓ તો વળી અન્ય એક પ્રશંસકે લખ્યું હતું કે ‘ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ‘ટાઈગર 3’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક્ટરની સામે લીડ રોલમાં કેટરિના કૈફ જોવા મળશે અને ઈમરાન હાશ્મી ‘ટાઈગર 3’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. એવી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે. આ ફ્રેન્ચાઈઝીના છેલ્લાં બે ભાગ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયા હતા.