વેકેશનમાં સૌરાષ્ટ્ર-ગુજરાત આવવાનું મન હોય, પણ ટ્રેનમાં બુકિંગ ન મળતું હોય તો ચિંતા કરશો નહીં. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માગને ધ્યાનમાં રાખીને સાબરમતી-ભુજ, ભાવનગર-બાંદ્રાટર્મિનસ અને રાજકોટ-મહેબૂબનગર વચ્ચે ત્રણ જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ખાસ ભાડાથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેનનંબર09455/09456સાબરમતી-ભુજદૈનિકસ્પેશિયલ (કુલ168ટ્રિપ)
ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજસ્પેશિયલ 7એપ્રિલ 2023 થી 30 જૂન
2023 સુધી સાબરમતી (જેલતરફ)થી 17:40 વાગ્યે પ્રસ્થાન કરી એ જ દિવસે 23:55 વાગ્યે ભુજ પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ 7એપ્રિલ 2023 થી 30 જૂન 2023 સુધી દરરોજ ભુજથી 06:50 વાગ્યે પ્રસ્થાન કરી એજ દિવસે 13:30 વાગ્યે સાબરમતી (જેલતરફ) પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, માળિયામિયાણા, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09456ને આદિપુરસ્ટેશન પર વધારાનું રોકાણ આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં સ્લીપરશ્રેણી અને દ્વિતીયશ્રેણીના સામાન્યકોચ હશે.
ટ્રેન નંબર 09208/09207 ભાવનગર-બાંદ્રાટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (કુલ26ટ્રિપ)
ટ્રેનનંબર09208ભાવનગર- બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ 06એપ્રિલ2023થી 29જૂન2023 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14.50 વાગ્યે
પ્ર સ્થાન કરશે અને બીજા દિવસે 06.00વાગ્યેનબાંદ્રા ટર્મિનસ પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિકસ્પેશિયલ 07એપ્રિલ2023થી 30જૂન2023સુધીદરેક શુક્રવારે બાંદ્રાટર્મિનસથી 09.00વાગ્યે પ્રસ્થાનકરશે અને એજ દિવસે23.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં બંને દિશા ઓમાં ભાવનગરપરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગરગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2ટાયર, એસી3ટાયર, સ્લીપર તેમજ સેકન્ડક્લાસના સામાન્ય કોચ હશે.
ટ્રેનનંબર09575/09576રાજકોટ-મહેબૂબનગરસાપ્તાહિકસ્પેશિયલ (કુલ24ટ્રિપ)
ટ્રેન નંબર09575 રાજકોટ-મહેબૂબનગર સ્પેશિયલ 10એપ્રિલ 2023થી 26જૂન2023 સુધી દર સોમવારે રાજકોટથી 13.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 19.35 વાગ્યે મહેબૂબનગર પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર09576 મહેબૂબનગર-રાજકોટ સ્પેશિયલ 11એપ્રિલ 2023થી27જૂન2023 સુધી દર મંગળવારે મહેબૂબનગરથી 21.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 05.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓ માં વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવળ, અકોલા, વાશિમ, હિંગોલી, બસમત, પૂર્ણા, નાંદેડ, મુદખેડ, ધરમાબાદ, બસર, નિઝામાબાદ, કામારેડ્ડી, મેડચલ, કાચીગુડા, શાદનગર અને જડચર્લા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી2-ટાયર, એસી3-ટાયર, સ્લીપર ક્લાસ અ ને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.