ગાઝિયાબાદના મસુરી સેક્શનના કલ્લુગઢી રેલવે ફાટક નજીકના રેલવે ટ્રેક પર ત્રણ યુવકને રીલ બનાવવાનું ભારે પડ્યું હતું. રેલવે ટ્રેક પર રીલ બનાવતી વખતે ટ્રેનની ટક્કરમાં એક યુવતી સહિત બે યુવાનના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
બુધવારે સવારના નવ વાગ્યાના સુમારે કલ્લુગઢી અને ડાસના સ્ટેશનની વચ્ચે આ અકસ્માત થયો હતો. પદ્માવત એક્સપ્રેસ ગાઝિયાબાદથી મુરાદાબાદ તરફ જઈ રહી હતી ત્યારે ટ્રેક પર ત્રણેક જણ રીલ બનાવી રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. પદ્માવત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરમાં ત્રણ જણનું મોત થયું હતું. ટ્રેનના લોકો પાઈલટે હોર્ન વગાડ્યા પછી પણ તેઓ ટ્રેક પરથી હટ્યા નહોતા અને ત્યાં જ રીલ બનાવતા રહ્યા હતા. તેમના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ હતી, જેથી લાગ્યું હતું કે તેઓ વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા. પાઈલટે વારંવાર હોર્ન માર્યો હતો, પરંતુ તેઓ ત્યાંથી હટ્યા નહોતા, તેથી અકસ્માતનો ભોગ બન્યા હતા, એમ ટ્રેનના લોકો પાઈલટે પોલીસને જણાવ્યું હતું.
પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા પછી ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એક યુવતી સહિત અન્ય બે યુવકની ઓળખની કામગીરી ચાલુ છે, એમ પોલીસે જણાવ્યું હતું.