ક્રોધ માણસને ક્યારે શું કરાવી દે તે ખબર પડતી નથી. આથી જ લોકો ગુસ્સા પર નિયંત્રણ રાખવા કહે છે, પણ ક્ષણવાર માટે જો આ નિયંત્રણ ખોઈ બેસાય તો અર્થનો અનર્થ થઈ જાય છે. આવું જ સુરેન્દ્રનગર ખાતેના ફુલગ્રામમાં થયું હતું. અહીં એક પડોશીએ ક્રોધમાં આવી ત્રણના ગળા કાપી નાખ્યા હતા. તે બાદ પોતે પણ પોલીસના સકંજામાં આવી જતા ચાર જણની જિંદગી ખરાબ કરી હતી.
અહીંના રહેણાંક વિસ્તારમાં બે પડોશીઓ વચ્ચે ગટરની પાઈપલાઈન મામલે અડધી રાત્રે બોલાચાલી થઈ હતી. જેમાં હમીરભાઈ અને તેમના પુત્ર ધર્મેન્દ્ર તેમ જ પુત્રવધુ દક્ષાબેનના ગળા કાપી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે આરોપીને પોલીસે પકડી લીધો હતો.