Homeઆમચી મુંબઈરાજ્યમાં હિંસા ફેલાવનારાને પાઠ ભણાવાશે: ફડણવીસ

રાજ્યમાં હિંસા ફેલાવનારાને પાઠ ભણાવાશે: ફડણવીસ

મુંબઈ: રાજ્યમાં બે દિવસમાં બે શહેરમાં હિંસાના માહોલ નિર્માણ થવા મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમુક સંગઠન અને લોકો ઈચ્છે છે કે રાજ્ય સરકારને અસ્થિર કરવાની હરકત કરી રહ્યા છે, પરંતુ સરકાર એમને પાઠ ભણાવશે. પુણેમાં પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રમખાણો કરનારા લોકોનો પર્દાફાશ કરવામાં આવશે અને સરકાર તેમની યોજનાઓને સફળ થવા દેશે નહીં.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં અમુક સંગઠન અને લોકો એવા છે, જે રાજ્યમાં પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને પાઠ ભણાવવામાં આવશે. અહીં એ જણાવવાનું કે મહારાષ્ટ્રના અકોલા શહેરમાં શનિવારની રાતે અમુક સમુદાયના લોકોની વચ્ચે હિંસા થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અહીંની હિંસામાં બે પોલીસ કર્મચારીની સાથે આઠ લોકોને ઈજા પહોંચી હતી. માર્ચ મહિનામાં ઔરંગાબાદ જિલ્લામાં કિરાડપુર વિસ્તારમાં રામમંદિર નજીક બે સમુદાયના લોકોની વચ્ચે હિંસા થયા પછી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ૫૦૦ લોકોની ભીડે પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલની બોટલ ફેંકવામાં આવી હતી, જેમાં ૧૦ પોલીસની સાથે ૧૨ જણને ઈજા પહોંચી હતી.
રાજ્યમાં બે દિવસથી થઈ રહેલી હિંસા મુદ્દે પૂછવામાં આવેલા સવાલ અંગે ફડણવીસે કહ્યું હતું કે લોકોને શાંતિ રાખવાનો અનુરોધ કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ પ્રશાસનને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ફડણવીસે કહ્યું હતું કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એડિશનલ ફોર્સને પણ તહેનાત કરવામાં આવશે. રાજ્યમાં થઈ રહેલી હિંસા અંગે ફડણવીસે વધુમાં કહ્યું હતું કે અમુક લોકો રાજ્યમાં જાણીજોઈને આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે અને તેમના સામે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેઓ સફળ થશે નહીં. અમે તેમનો પર્દાફાશ કરીશું અને તેમને તેમના ઈરાદાઓમાં સફળ થવા દઈશું નહીં.

મુસ્લિમ મતોને મહાવિકાસ આઘાડી તરફ ઢળતા રોકવા માટે રમખાણો કરાવાઈ રહ્યાં છે: ચંદ્રકાંત ખૈરે
મુંબઈ: ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ચંદ્રકાંત ખૈરેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મુસ્લિમ મતોને મહાવિકાસ આઘાડી તરફ ઢળતા રોકવા માટે રાજ્યમાં રમખાણો કરાવવામાં આવી રહ્યા છે.
ખૈરેની ટિપ્પણી આકોલામાં બે દિવસ રમખાણો થયાના બે દિવસ બાદ આવીછે. તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં બજરંગબલીનો મુદ્દો ઉછાળવા છતાં વિધાનસભાની ચૂંટણી જીતવામાં ભાજપ નિષ્ફળ નીવડી છે.
અમે બજરંગબલીની પુજા કરીએ છીએ અને તેઓ અમારી સાથે છે. આ પહેલાં જ્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે રાજ્યમાં ક્યાંય કોમી તંગદિલી નહોતી. જ્યારથી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર રાજ્યમાં આવી છે ત્યારથી કોમી તંગદિલી વધી રહી છે, એમ ખૈરેએ કહ્યું હતું.
હિંદુ-મુસ્લિમો વચ્ચે અણબનાવ કરાવવા માટે આને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુસ્લિમ મતો મહાવિકાસ આઘાડી તરફ ઝૂકી રહ્યા છે. હિંદુઓ અને મુસ્લિમો સાથે આવી રહ્યા છે. આ બધાને રોકવા માટે આવી રીતે હિંસાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ કરવામાં આવી રહ્યું છે, એમ પણ ખૈરેએ કહ્યું હતું.

અકોલાના રમખાણો પૂર્વ-આયોજિત
હોવાની શક્યતા: મહારાષ્ટ્રના પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને સોમવારે એવો દાવો કર્યો હતો કે અકોલામાં બે સમુદાયો વચ્ચે ફાટી નીકળેલા રમખાણો કદાચ પૂર્વ આયોજિત હતા. આ રમખાણોમાં એકનું મોત થયું હતું અને આઠ લોકો જખમી થયા હતા.
શનિવારે રાતે આકોલાના સંવેદનશીલ વિસ્તારમાં આ રમખાણો ફાટી નીકળ્યા હતા. રાજ્યના ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને રવિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સોમવારે પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે એવી શંકા છે કે આ બનાવો પુર્વ-આયોજિત હતા. કેટલાક ઘર અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. દોષી સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.
આ રમખાણોમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને પણ મહાજન મળ્યા હતા. તેમણે રાજરાજેશ્ર્વર મંદિર અને હરિહર પેઠના રમખાણગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી જાહેરાત કરી છે કે રમખાણમાં જીવ ગુમાવનારાના પરિવારજનોને રૂ. ચાર લાખની મદદ આપવામાં આવશે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -