Homeઆપણું ગુજરાતઆ વર્ષે કૃષ્ણ, બલરામ અને શુભદ્રાની સવારી નીકળશે નવા રથમાં

આ વર્ષે કૃષ્ણ, બલરામ અને શુભદ્રાની સવારી નીકળશે નવા રથમાં

અમદાવાદમાં નીકળતી જગન્નાથપુરીની યાત્રા માટે નવા રથ આવી પહોંચ્યા છે. આવતી અષાઢી બીજે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ(બલભદ્ર) અને બહેન શુભદ્રા નવા રથમાં નગરની યાત્રાએ નીકળશે.
શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં નવનિર્મિત રથોનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજયગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રથના પૂજન પહેલાં વિશેષ પૂજા કરી હતી. ત્રણેય રથો પર ચંદનના લાકડાં મૂકી પૂજા કરવામાં આવી હતી. હર્ષ સંઘવી સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર અને ધારાસભ્યો દ્વારા નવા ત્રણેય રથની પૂજન વિધિ કરવામાં આવી હતી. 72 વર્ષ બાદ આ વર્ષે નવા રથો બનાવવામાં આવ્યા છે.
રથની પૂજા-અર્ચના કર્યા બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે અક્ષય તૃતીયાના પાવન દિવસથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે. પૌરાણિક રથ જે હતા તે મુજબના નવા રથ બનાવવામાં આવ્યા છે તેનું પૂજન કરવામાં આવ્યું છે. રથયાત્રાએ લોકોની આસ્થાનો વિષય છે. આશરે 200 વર્ષ સુધી ચાલે તે રીતના રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નવા રથોમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. નગરજનોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિ અકબંધ રહે એ રીતે અદ્ભુત કલાકૃતિ સમાન નવા રથોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આવનારા દિવસોમાં સૌ નગરજનો સાથે મળીને જગતના નાથ એવા જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં સામેલ થઈશું અને આશીર્વાદ મેળવીશું. એવો આશાભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 22મી જૂનના રોજ ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા યોજવાની છે ત્યારે અખાત્રીજના દિવસે ભગવાનના નવા ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -