કોરોનાના વધતા જોખમ વચ્ચે ભારતીય શેયર બજારમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે, જેને કારણે રોકાણકારોને પોતાના રોકાણની ચિંતા સતાવી રહ્યા છે. બટ ડોન્ટ વરી, આજે આપણે અહીં વાત કરીશું ત્રણ એવા સેફ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન વિશે કે જે તમારા ઈન્વેસ્ટમેન્ટને સેફ રાખશે.
પીપીએફઃ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક બચત અને રોકાણ યોજના છે. આ યોજનામાં રોકાણકાર 1.5 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં રોકાણકાર દ્વારા જેટલી રકમનું રોકાણ કરવામાં આવે છે તેના પર પહેલાંથી નક્કી કરવામાં આવેલા વ્યાજદર પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ એક લાંબા સમય માટેનું રોકાણ છે, જે પંદર વર્ષ પછી મેચ્યોર થાય છે અને તેમાં કોઈપણ પ્રકારનું જોખમ રહેલું નથી.
એફડીઃ પીપીએફ પછી બીજો વિકલ્પ છે ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી). એફડી પણ ઈન્વેસ્ટમેન્ટનું એક એવું માધ્યમ છે કે જેમાં કોઈ જોમખ નખી. જોખમ લીધા વિના રોકાણકાર તેમાં રોકાણ કરી શકે છે. એફડી એક વર્ષ માટે પણ ખોલાવી શકાય છે. એફડી ખોલાવનાર વ્યક્તિ પોતાની સગવડ પ્રમાણેની રકમની એફડી ખોલાવી શકે છે અને તેના પર તેને એક ચોક્કસ વ્યાજ ચૂકવવામાં આવે છે.
ગોલ્ડઃ ગોલ્ડ એટલે કે સોનામાં રોકાણ એ ઓલટાઈમ બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ છે. સોનામાં રોકાણ કરીને તમે સોનાના વધતા જતાં ભાવ પ્રમાણે વળતર મેળવી શકો છો. એટલું જ નહીં એવું પણ જોવા મળે છે કે સોનાના ભાવ હંમેશા જ ધીરે ધીરે વધતાં રહે છે, એટલે આ એક સ્લો બટ સ્ટેડી ઈન્વેસ્ટમેન્ટ છે.