ડેઈલી સોપમાં સંસ્કારી અને સુશીલ બહુરાણીની ભૂમિકા કરતી એક્ટ્રેસ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂક્સ શેર કરતી હોય છે અને આ હરિફાઈમાં હવે વધુ એક સંસ્કારી બહુ જોડાઈ ગઈ છે અને આ એક્ટ્રેસ છે હિના ખાન…
હિના ખાન વર્ષો સુધી અક્ષરા બનીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. આ સિવાય પણ એક્ટ્રેસ અનેક ટીવી સિરિયલ, રિયાલિટી ટીવી શો, વેબસિરીઝમાં કામ કરી ચૂકી છે. પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને કારણે પણ એક્ટ્રેસ ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી છે અને એનું કારણ છે એની સોશિયલ મીડિયા પોસ્ટ.
એક્ટ્રેસે હાલમાં ડીપ નેક ગાઉન પહેરીને પોતાના બોલ્ડ અવતારથી ફેન્સની દિલની ધડકન વધારી દીધી હતી. હાલમાં જ યોજાયેલા 68મા ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શનમાં આ ડીપ નેક ગાઉન પહેરીને પોતાની કાતિલ અદાઓથી લોકોને ઘાયલ કરી દીધા હતા. તેણે પોતાના આ ફોટોશૂટના અમુક ફોટો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા હતા.
એક્ટ્રેસે આ ડીપ નેક ગાઉનમાં વિવિધ પોઝ આપીને પોતાના સુંદર ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર હાલમાં તો હિનાની આ બોલ્ડનેસ જ લોકોની ચર્ચાનું કારણ બન્યું છે. જોકે, આ પહેલી વખત નથી કે હિના ખાને બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ ક્યા હોય. આ પહેલાં પણ તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા ફોટો શેર કર્યા હતા અને ફેન્સ લોકોને પોતાની આ ફેવરિટ સ્ટારની અદા જોઈને ખુશ થઈ ગયા હતા.
હિના ખાન એક્ટિંગની સાથે સાથે જ તેની ફેશન સેન્સ અને ગ્લેમરસ લૂક માટે પણ ખૂબ જ ફેમસ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી એક ફિલ્મમાં જોવા મળી હતી. ટીવી સિરીયલ સિવાય હિના ખાને વેબ સિરીઝ, ફિલ્મો અને રિયાલિટી ટીવી શો પર પણ હાથ અજમાવી ચૂકી છે.