આજના સમયમાં પણ એક બહુ મોટો વર્ગ ડેટિંગ એપનો ઉપયોગ કરતો નથી. ડેટિંગ એપને હજુ ગંભીરતાથી લેવામાં આવતી નથી અને આ એપના યુઝર્સ પણ ગંભીર હોય તેમ લોકો માનતા નથી. જોકે એક ડેટિંગ એપ દ્વારા 12,000 કરતા વધારે ડેટર્સનો સર્વે કર્યા બાદ તેમને ઘણી એવી બાબતો ધ્યાનમાં આવી છે જે સામાન્યપણે આપણે જાણતા નથી.
34 ટકા યુઝર્સનું કહેવાનું છે કે જે લોકોના નૈતિક મૂલ્યો એકબીજા સાથે મળતા હોય, વિચારધારા અથવા તો જીવન પ્રત્યેની ફિલોસોફી એકબીજા સાથે મળતી હોય તો તેઓ એકબીજાથી વધારે આકર્ષાય છે. જો આમ ન હોય તો આગળ જતા તે ડીલબ્રેકર સાબિત થાય છે. આ સાથે 25થી 30 વર્ષના આ એપ યુઝર્સને સામેના પાર્ટનરમાં ઈર્ષાનું પ્રમાણ જરાક પણ વધારે હોય તો ગમતું નથી. 37 ટકા કરતા વધારે કહે છે કે ડીલ બ્રેક કરવાનું કામ ઈર્ષા કરે છે. મોટાભાગના પ્રોફેશલ્સ આ એપનો ઉપયોગ કરતા હોય છે અને તેમનું માનવાનું છે કે ઈર્ષા એક હદથી વધી જતા સમસ્યાઓ ઊભી થાય છે. જે મહિલાઓ પોતાની ટ્વીટીસમાં છે તેમને તેમની માટે ઉંમર મહત્વી છે. તેઓ બે કે ત્રણ વર્ષ કરતા વધારે ગેપ પસંદ કરતા નથી.
જોકે 30 કરતા વધારે ઉંમરની મહિલાઓ પોતાનાથી પાંચ કે સાત વર્ષ જેટલા મોટા પુરુષોને વધારે પસંદ કરે છે. 22 ટકા પુરષો માટે લોકેશન મહત્વનું છે. તેમની માટે મેટ્રોપોલિટન સિટીમાં રહેતી છોકરી વધારે યોગ્ય છે. જ્યારે 13 ટકા એટલા માટે દૂરના લોકોશનને પસંદ કરતા નથી કારણ કે તેમને લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ ગમતી નથી. આ સાથે 30 ટકા એમ માને છે કે જેમણે પોતાની એક્સ ગર્લ અથવા બોયફેન્ડને ચીટ કર્યા હોય અથવા તો તેમના વિશે આમ જાણવા મળે તો તે ડીલબ્રેકર સાબિત થાય છે.
આથી જોઈએ તો યુવાનીયાઓ સંબંધો અને પ્રેમને લઈને લોકો માને છે તેટલા કેઝ્યુલ નથી. આજના યુવાનોમાં પ્રેમની અભિવ્યક્તિ વધારે સહજ અને સહેલી બની છે. ટેકનોલોજી તેમાં સેતૂનું કામ કરી રહી છે.