જે મજા હાથેથી ખાવાની છે, એ મજા ચમચી-ફોર્કથી ખાવામાં ક્યાં?
‘બિગ બોસ હિન્દી’ના કારણે લાઈમલાઈટમાં આવેલા શિવ ઠાકરે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બિગ બોસ પછી અમરાવતીના શિવની લોકપ્રિયતા જબરદસ્ત રીતે વધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર શિવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
‘બિગ બોસ’ ફેમ શિવ ઠાકરેનો એક વીડિયો વિરલ ભાયાનીના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શિવ ઢોસા ખાતા જોવા મળી રહ્યા છે. ઢોસાને ચમચી-ફોર્ક વડે ખાવાને બદલે પોતાના હાથથી ખાવા બદલ શિવની પ્રશંસા કરવામાં આવી છે. ફેન્સે આ વીડિયો પર કોમેન્ટ કરીને શિવના વખાણ કર્યા છે. નેટિઝન્સ જણાવી રહ્યા છે કે શિવ એકદમ ડાઉન ટુ-અર્થ છે. ભગવાન તેમને સફળતા આપે. તો અન્ય એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે આ એકદમ સ્વદેશી છે, દેશી સ્ટાઇલ…
“મને ચમચી વડે ડોસા ખાવાની મજા નથી આવતી. સ્વાદ ફક્ત હાથથી જ આવે છે”, એમ વીડિયોમાં શિવ કહેતો સંભળાય છે. થોડા દિવસો પહેલા શિવાએ એક મોંઘી કાર ખરીદી હતી. જે બાદ હાલમાં જ તેણે પોતાની બ્રાન્ડ ‘ઠાકરેઃ ચાઈ એન્ડ સ્નેક્સ’ લોન્ચ કરી છે.