ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર શો અનુપમામાં દરરોજ આવી રહેલાં જાત જાતના ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સને કારણે દર્શકો આ શોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ હવે આ શોના સેટ પરથી જ એક એવા સમાચાર આવી રહ્યા છે કે જે સાંભળીને કદાચ તેમને આંચકો લાગશે, કારણ કે આ શોનો એક કલાકાર ટૂંક સમયમાં જ શોને અલવિદા કહી દે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અનુપમામાં મિસિઝ રાખી દવેનો રોલ કરનાર તસનીમ શેખ હવે અનુપમા છોડી જાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તસનીમ સિરિયમાં કિંજલની માતાનો રોલ કરી રહી છે અને હવે તે નવા કામની શોધમાં છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં તસનીમે જણાવ્યું હતું કે તે નવા પ્રોજેક્ટની શોધમાં છે.
એક્ટ્રેસના આ નિવેદન બાદ જ ફેન્સ વચ્ચે ખળભળાટ મચી ગયો છે. ઈન્ટરવ્યુમાં તસનીમે આગળ જણાવ્યું હતું કે શોની શરૂઆતના દિવસોમાં તેનું કેરેક્ટર એકદમ દમદાર હતું અને તેણે એક વેમ્પનો રોલ કરવાનો હતો. જેનો એક જ હેતુ હતો કે દીકરી કિંજલને દરેક મુશ્કેલીથી બચાવવી અને શાહ પરિવારની મુશ્કેલીઓમાં વધારો કરવો. હવે જેમ જેમ સ્ટોરી આગળ વધે છે એમ એમ મારો રોલ નાનો થયો જાય છે. જોકે, તસનીમે એ પણ સ્વીકાર્યું હતું કે આ સિરીયલ છે અને તેમાં કોઈ પણ એક કેરેક્ટર પર વધુ ફોકસ કરી શકાય નહીં. એટલે હવે તે બીજા પ્રોજેક્ટ્સ પર હાથ અજમાવવા માગે છે. તસનીમના જણાવ્યા અનુસાર અનુપમાની ક્રિયેટીવ ટીમને તેનું બીજા કોઈ પ્રોજેક્ટમાં કામ કરે એની સામે કોઈ વાંધો નથી. હું શોને છોડી નથી રહી, પણ મારી પાસે ખૂબ સમય છે અને હું બીજા પ્રોજેક્ટ્સની શોધમાં છું.