વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે અને ઘણી વખત જ્યારે કોઈ ગ્રહ સંક્રમણ કરે છે, ત્યારે તેનું અન્ય ગ્રહ સાથેનું જોડાણ ઘણા શુભ અને અશુભ યોગો બનાવે છે. આવું જ એક સંક્રમણે બે દિવસ બાદ એટલે કે 17મી મેના થવા જઈ રહ્યું છે. તમારી જાણ માટે કે 17મી મેના રોજ ગુરુ અને ચંદ્રનો સંયોગ અનેક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 17મી મેના રોજ સાંજે 7.39 કલાકે ચંદ્ર મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે અને અઢી દિવસ એટલે કે 19મી મે સુધી અહીં જ રહેશે. ગુરુ અહીં પહેલેથી જ બિરાજમાન છે અને ચંદ્ર સાથે જોડાણને કારણે ગજ કેસરી યોગ બની રહ્યો છે. આ યોગ અનેક રાશિના જાતકોના નસીબના દરવાજા ખોલી નાખશે.
ગજકેસરી યોગ કઈ રીતે સર્જાય છે એ વિશે વાત કરવાની થાય તો જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, કેટલાક યોગોનું સર્જન ખાસ કરીને તમામ રાશિના લોકો માટે ફાયદાકારક હોય છે. જ્યોતિષીઓના મતે, ગજકેસરી યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે ગુરુ અને ચંદ્ર કોઈ પણ રાશિમાં ભેગા થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે ગુરુ કુંડળીમાં ચંદ્રથી મધ્ય ગૃહમાં (પ્રથમ, ચોથા, સાતમા અને દસમા ભાવમાં) સ્થિત હોય ત્યારે ગજકેસરી યોગ બને છે. ચાલો, વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ રાશિના જાતકોને ગજકેસરી રાજયોગથી વિશેષ લાભ થશે.
ગજકેસરી રાજ યોગ બનવાના કારણે મેષ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો છે. તમારી જાણ માટે કે આ રાશિમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન આ રાશિના લોકોને ધન અને સમૃદ્ધિ મળશે. એટલું જ નહીં, લાંબા સમયથી અટકી પડેલું કામ ફરી શરૂ થઈ શકે એમ છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે એમ છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આવી સ્થિતિમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની પૂરી શક્યતાઓ છે.
ગુરુ અને ચંદ્રના સંયોગને કારણે બની રહેલો આ ગજકેસરી યોગ મિથુન રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ લાવવાનો છે. આ દરમિયાન આ રાશિના લોકોને સમાજમાં માન, પદ અને પ્રતિષ્ઠા મળશે. આની સાથે સાથે જ તમને અચાનક આકસ્મિક આર્થિક લાભ પણ મળવાના સંજોગો પણ ઊભા થઈ રહ્યા છે.
મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ગજકેસરી યોગ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યો છે. આ જ દરમિયાન વ્યવસાય અને નોકરીમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. પૈસાથી ફાયદો થઈ શકે છે. પરિવાર અને મિત્રો સાથે પ્રવાસ પર જઈ શકો છો. સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.