Homeસ્પેશિયલ ફિચર્સતમારી ગેરહાજરીમાં તમારા ફોનમાં લોકોએ શું જોયું? જાણો એક ક્લિક પર...

તમારી ગેરહાજરીમાં તમારા ફોનમાં લોકોએ શું જોયું? જાણો એક ક્લિક પર…

પહેલાંના સમયમાં કોઈ વ્યક્તિના રહસ્યો કે બેકગ્રાઉન્ડ વિશે માહિતી મેળવવી હોય તો પરિવાર અને કુળ વિશે માહિતી મેળવવી પડતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને હવે કોઈ વ્યક્તિને ઓળખવો હોય તો બસ ખાલી એનો સ્માર્ટફોન હાથમાં આવી જાય એટલી આખી કરમ કુંડલી સામે આવી જાય. સ્માર્ટફોનમાં વ્યક્તિની સારી નરસી બંને બાજુના રાઝ છુપાયેલા હોય છે. ઘણા લોકો પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન છુપાવવા માટે સ્માર્ટફોનમાં પાસવર્ડ અથવા લોક લગાવીને રાખે છે. જેથી કોઈ ત્રીજી વ્યક્તિ તેમની જાણ બહાર ફોનમાં કંઈ કરી પણ ના શકે કે જોઈ પણ ના શકે.
કોઈ વખત આપણે એવી મુશ્કેલીમાં મૂકાઈ જઈએ છીએ કે કોઈ આપણી પાસેથી ફોન માગે છે અને આપણે એને ના પાડી શકતા નથી. ફોન આપી દો તો રાઝ ખુલી જવાનો ડર અને ન આપો તો શંકા હકીકતમાં પરિવર્તિત થઈ જવાનું જોખમ. ઘણી વખત લોકો તમારા ફોનનો છૂપી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં, તમને ખબર નથી હોતી કે, તેઓએ તમારા ફોન પર શું જોયું હશે. આવી સ્થિતિમાં અમે તમને અહીં એક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારી ગેરહાજરીમાં કોઈએ તમારા ફોનમાં શું જોયું છે શું કર્યું છે.
આ એક એવો એન્ડ્રોઇડ કોડ છે જે માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જ કામ કરશે. જ્યારે પણ તમે તમારા ફોનમાં આ કોડ ડાયલ કરશો ત્યારે તમને ખબર પડશે કે, સ્માર્ટફોનમાં કઈ એપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કેટલા સમય સુધી. ખાસ વાત એ છે કે, તમે કોઈપણ એન્ડ્રોઈડ ફોન પર આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.
પહેલાં તમારા ફોનમાં ##4636#*# ડાયલ કરો. આ કોડ ડાયલ કરવા પર તમારા ફોનનું સેટિંગ્સ પેજ ખુલશે. આ પેજ પર તમને ત્રણ વિકલ્પો મળશે. ફોનની માહિતી, યુસેજ સ્ટેટિક્સ અને Wifi માહિતી. આ ત્રણમાંથી તમારે બીજા નંબરના વિકલ્પ પર ક્લિક કરો અને ત્યાર બાદ તમારી સામે એક લિસ્ટ ખુલશે. આ લિસ્ટમાં છેલ્લાં કેટલાક કલાકોમાં ઉપયોગમાં લેવાયેલી એપ્સના નામ, ઉપયોગનો સમય અને સમયગાળો જોવા મળશે.
ઘણી વખત યુઝર્સ ફરિયાદ કરે છે કે, કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં આ કોડ કામ કરતું નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો પ્લે સ્ટોર પરથી Truecaller એપ ડાઉનલોડ કરીલો અને ત્યાર બાદ એપ ઓપન કરો અને આ કોડને તેના ડાયલર પેડમાં ડાયલ કરો. હવે આ કોડ તમારા ફોનમાં કામ કરશે. જો આ પછી પણ તમારા મોબાઈલમાં આ કોડ કામ નથી કરતો તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને 4G LTE એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ આ કોડનું કામ કરે છે અને તમામ માહિતી તમારી સામે આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -