આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે અને તેને કારણે અમુક રાશિના જાતકો પર મા લક્ષ્મીની અનહદ કૃપા વરસશે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું એક વિશેષ મહત્વ હંમેશાથી જ રહ્યું છે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે વ્યક્તિ જે પણ મનોકામના કરે છે, ઉપવાસ રાખે છે એ અવશ્ય પૂર્ણ થાય છે. આવતા મહિને એટલે કે મે મહિનામાં બુદ્ધ પૂર્ણિમા આવી રહી છે અને આ દિવસને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ આ દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો.
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 5મી મેના રોજ ઉજવવામાં આવશે અને 2023ની આ બુદ્ધ પૂર્ણિમા ખૂબ જ ખાસ હશે કારણ કે આ બુદ્ધ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ પણ છે. આ સાથે ગ્રહો અને નક્ષત્રોનો પણ વિચિત્ર સંયોગ સર્જાઈ રહ્યો છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 4થી મે ગુરુવારે રાત્રે 11.44 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે 5મી મે, શુક્રવારે રાત્રે 11.03 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, બુદ્ધ પૂર્ણિમા 5મી મે, શુક્રવારના ઉજવવામાં આવશે.
5મી મેના રોજ વૈશાખ પૂર્ણિમા કે બુદ્ધ પૂર્ણિમા જે કહો એ એ દિવસે ચંદ્રગ્રહણ પણ છે, જે 5મી મેની રાત્રે 8.45 વાગ્યાથી 5મી અને 6ઠ્ઠી મેની મધ્યરાત્રિના 1 વાગ્યા સુધી રહેશે. આ પહેલાં 5મી મેના સૂર્યોદયથી સવારે 09.17 સુધી સિદ્ધિ યોગ રહેશે. આ દિવસે સ્વાતિ નક્ષત્ર પણ રહેશે.
શાસ્ત્રોના જાણકારો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમાના દિવસે આવો દુર્લભ યોગ બની રહ્યો છે. સ્વાતિ નક્ષત્ર સવારથી રાત 9.40 કલાક સુધી છે. આ રીતે વૈશાખ પૂર્ણિમાના દિવસે પૂજા કરવાનો શુભ સમય સવારે 11.51 થી 12.45 સુધીનો છે.
આ દુર્લભ યોગને કારણે અમુક રાશિઓને પુષ્કળ લાભ થશે અને તેમના પર ધનવર્ષા થશે.. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
મેષ: સૂર્ય સંક્રમણ પછી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ સાથે યુતિ કરશે. જેના કારણે મેષ રાશિમાં બુધાદિત્ય રાજ યોગ બનશે. મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ ફળ આપશે. આ લોકોની આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અત્યાર સુધી જે આર્થિક સમસ્યાઓ હતી તે હવે દૂર થશે. જો આ લોકો નોકરી બદલવા ઈચ્છે છે તો આ સારો સમય છે.
કર્કઃ સૂર્ય અને બુધના સંયોગથી બનેલો રાજયોગ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનાર સાબિત થશે. આ રાશિના જાતકોને તેમના કરિયરમાં ખૂબ જ ફાયદો થશે. નોકરીયાત વર્ગના લોકોને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે, ધંધો સારો ચાલશે. જૂના વિવાદોનું સમાધાન મળતું જણાય છે અને આખો મામલો તમારા પક્ષમાં થશે. એવું કહી શકાય કે આ સમય તમને ભાગ્યશાળી બનાવી શકે છે.
સિંહ: આ બુધાદિત્ય યોગ સિંહ રાશિના લોકોને કરિયરમાં નવી તકો આપશે. આ કાર્યોમાં તમને સફળતા મળશે. અટકેલા કામ પૂરા થશે. એવું કહી શકાય કે સૂર્યનું સંક્રમણ સિંહ રાશિના લોકોના જીવનમાં ઘણી ખુશીઓ લાવશે. તમને લાંબા સમયથી પેન્ડિંગ પ્રમોશન મળશે. આ સાથે પગારમાં વધારો થવાની પુરી શક્યતાઓ છે.