નવી દિલ્હી/મુંબઈઃ ટીમ ઈન્ડિયા અને દિલ્હી કેપિટલનો જાણીતા ક્રિકેટર પૃથ્વી શો ફરી એક વખત લાઈમલાઈટમાં આવ્યો છે. જાણીતા ડાબોડી બેટ્સમેનની સામે મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પૃથ્વી શોની સામે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે છેડતીનો આરોપ મૂકીને કેસ કર્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં સપના ગિલ અને પૃથ્વી શોના દોસ્તોની વચ્ચે મારામારી થઈ હતી અને એ કેસ છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. મોડી રાતના એક કલબની બહાર પૃથ્વી શોના દોસ્ત અને સપના ગિલના ફ્રેન્ડની વચ્ચે ઝઘડો થયો હતો, જે પછીથી મારામારીમાં પરિણમ્યો હતો. સપના ગિલે પૃથ્વી શો પર આરોપ મૂકતા કહ્યું હતું કે પૃથ્વી શો અને તેના મિત્રો દ્વારા તેની છેડતી અને હુમલો કરવામાં આવ્યો હતો.
પૃથ્વી શોની સામે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં એફઆઈઆર કરવામાં આવી હતી. આ ખેલાડીની સામે ત્રણ (આઈપીસી 354, 509, 324) એક્ટ લગાવવામાં આવી હતી. પૃથ્વી શોના ફ્રેન્ડ સૂરેન્દ્ર યાદવની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અહીં એ જણાવવાનું કે બંને પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે સપના ગિલને બેટથી મારવામાં આવી હતી ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં મેડિકલ રિપોર્ટ પણ સાબિતીના રુપે આપ્યા હતા. આ કેસની સુનાવણી 17મી એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. અહીં એ જણાવવાનું કે પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સનો ઓપનર બેટર છે અને કેસ નોંધાવવામાં આવ્યા પછી તેની મુશ્કેલી પણ વધી શકે છે.
અગાઉથી પૃથ્વી શો વિવાદમાં રહેલો છે, જે 2021માં પણ વિવાદમાં આવ્યો હતો. લોકડાઉનનો નિયમ તોડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેના પર ડોપિંગનો બેન છે. 2019માં આ ખેલાડીએ બીસીસીઆઈએ આઠ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.