દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. કંપની પહેલેથી જ ભારે દેવા હેઠળ દબાયેલી છે. હવે કંપનીએ તેના પ્રીપેડ ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. કંપની તેના ગ્રાહકોને સંદેશ મોકલી રહી છે કે તેમની પ્રીપેડ સેવા 13 કલાક માટે બંધ રહેશે. આ સેવા 22 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યાથી બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહકો ફોન રિચાર્જ કરી શકશે નહીં.
કંપની આ મેસેજ મોકલીને તેના તમામ પ્રીપેડ ગ્રાહકોને એલર્ટ આપી રહી છે. કંપનીના મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પ્રીપેડ રિચાર્જની સુવિધા 22 જાન્યુઆરીની રાત્રે 8 વાગ્યાથી બંધ થઈ જશે. આ સેવા 13 કલાક માટે બંધ રહેશે અને બીજા દિવસે 23 જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યા પછી શરૂ થશે. કંપનીએ આ સંદેશ તેના તમામ પ્રીપેડ વપરાશકર્તાઓને તેમના મોબાઇલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં મોકલ્યો છે. કંપની ઇચ્છે છે કે આ સમય દરમિયાન ગ્રાહકને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે, તેથીલોકોને પહેલેથી જ એલર્ટ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વોડાફોન આઈડિયા ભારે દેવાના બોજ સાથે સંઘર્ષ કરી રહી છે.