ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ગણતરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાં કરવામાં આવે છે અને દર થોડા સમયે તેઓ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતા જ હોય છે. હવે ફરી એક વખત અંબાણી ચર્ચામાં આવ્યા છે તેમની કારને કારણે. તેમના ઘરથી લઈને કાર સુધીની દરેક વસ્તુ એકદમ લક્ઝુરિયસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર પાસે ઘણી લક્ઝરી કાર છે અને તેમાં અનેક સ્પોર્ટ્સ કારનો સમાવેશ પણ થાય છે. પણ આપણે અહીં જે કારની વાત કરવાના છીએ એ મુંબઈના રસ્તા પર પહેલી જ વખત જોવા મળી હતી.
લક્ઝરી કારના કાફલામાં અંબાણી પરિવાર પાસે રોલ્સ રોયસ કાર્સ પણ છે અને તેનો વ્યાપક ઉપયોગ પણ થાય છે. હવે, અંબાણી પરિવારે તેમના રોલ્સ રોયસના ભવ્ય સંગ્રહમાં વધુ એક રોલ્સ રોયસ ઘોસ્ટનો ઉમેરો કર્યો છે. આ કાર તાજેતરમાં જ ખરીદવામાં આવી છે અને મુંબઈના રસ્તાઓ પર આ કાર પહેલી જ વખત જોવા મળી છે.
આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે CS12Vlogs નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. પહેલા વીડિયોમાં તમે નવા રોલ્સ રોયસ ઘોસ્ટને ટ્રાફિક સિગ્નલ ક્રોસ કરતા જોઈ શકો છો. બીજા વીડિયોમાં કાર બિલ્ડીંગમાંથી બહાર નીકળતી જોવા મળે છે. જેમાં રોલ્સ રોયસ ઘોસ્ટના ડીઆરએલ પણ જોવા મળે છે. આ કાર પેટ્રા ગોલ્ડ કલરમાં તૈયાર કરવામાં આવી છે. જે દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે.
રોલ્સ રોયસ ઘોસ્ટનું એ નવી જનરેશનનું મોડલ છે, જે 2020માં રજૂ કરવામાં આવી હતી. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થાય છે અને 7.95 કરોડ રૂપિયા સુધીની હોય છે. રોલ્સ રોયસ ઘોસ્ટ ભારતમાં બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તે પ્રથમ V12 સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ છે. જેની કિંમત 7.95 કરોડ રૂપિયા છે.
લીક થયેલા વિડિયોમાં તમે અંબાણી પરિવારને ટોપ સ્પેક એક્સટેન્ડેડ વ્હીલબેઝ વેરિઅન્ટ જોઈ શકો છો. રોલ્સ રોયસ ઘોસ્ટ તેની લક્ઝરી કાર્સ માટે જાણીતી છે. પરંતુ સેકન્ડ જનરેશનની સાથે કંપનીએ તેને એક નવા લેવલ પર લઈ ગઈ છે. બીજી પેઢીના ઘોસ્ટને સંપૂર્ણપણે નવી ડિઝાઇન, નવું પ્લેટફોર્મ અને ચેસિસ મળે છે. તેથી તે અપડેટેડ સ્ટાઇલ અને ટેકનોલોજી સાથે આવે છે. ભાઈસા’બ આ તો અંબાણી છે, એમના ઠાઠની તો કંઈ વાત થાય?