બાળપણથી હંમેશાં જ આપણે પંચતંત્રની વાર્તાઓમાં એવું સાંભળ્યું હશે કે જંગલનો રાજા સિંહ છે અને તે જંગલ પર રાજ પણ કરે છે. સિંહ કે સિંહણ જંગલમાં કોઈ પણ પ્રાણી પર હુમલો કરી શકે છે અને તેને પોતાનો શિકાર બનાવી શકે છે. જોકે આ વાતને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોએ ખોટી સાબિત કરી છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક હરણ કઈ રીતે સિંહણને માત આપે છે અને એ પણ એક-બે નહીં ચાર-પાંચ વખત… સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો જોવા મળે છે કે જે જોઈને આપણી અકલ કામ કરવાનું બંધ કરી દે છે અને આ વીડિયો જોઈને એટલો જો અંદાજો આવે જ છે કે ક્યારેક એવો સમય પણ આવે છે કે સિંહ અથવા સિંહણને પણ હારનો સામનો કરવો પડે છે. સિંહ કે સિંહણને શિકાર માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. મોટાભાગના કેસમાં એવું બને છે કે તેઓ તેમના શિકારને જડબાથી દબોચીને મારી નાખે છે, પરંતુ આજે આપણે અહીં જે વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં જંગલની સિંહણ પર એક હરણ ભારે પડ્યો હતો.
IPS ઓફિસર રૂપિન શર્માએ આ ચોંકાવનારો વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વીડિયો તરત જ વાઈરલ થવા લાગ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક હરણ પોતાનો જીવ બચાવવા જંગલમાં દોડતું રહે છે. એક સિંહણ તેની પાછળ પડેલી છે અને તેના હુમલાથી તેનો શિકાર કરવા માંગે છે. નવાઈની વાત તો એ છે કે શિકાર કરવાના ચાર-પાંચ પ્રયાસો બાદ પણ સિંહણ પોતાના મનસૂબામાં સફળ થઈ શકી નહોતી.
સિંહણ જ્યારે પહેલી વખત હરણ પર હુમલો કરે છે ત્યારે હરણ જોરશોરથી તેની ગરદનને જોરથી ધક્કો મારે છે અને પછી આગળ દોડવા લાગે છે. સિંહણ મોઢા પર પડે છે અને પછી તે ફરીથી હુમલો કરવા આગળ વધે છે પણ એ તેના પ્રયત્નોમાં પણ નિષ્ફળ જાય છે.
છેલ્લાં પ્રયાસમાં, સિંહણ પહેલા હરણની પીઠ પર બેસી ગઈ અને પછી તેની ગરદન પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરીથી હરણ તેની ગરદનને ધક્કો મારીને જંગલ તરફ ભાગી ગયો. વીડિયો જોયા બાદ હજારો લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. એક યુઝરે લખ્યું, “વોર્નિંગ… સમય હંમેશા સરખો નથી હોતો.” તો વળી બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે “બંને માટે સર્વાઇવલનો મુદ્દો છે.”
Simply #Amazing
Survival 👌👌@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @World_Wildlife @WWF pic.twitter.com/LXJtVTv0oT
— Rupin Sharma IPS (@rupin1992) May 18, 2023